AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શક્કર ટેટી અને તરબૂચમાં ફળમાખી થતુ નુકસાનને અટકાવીએ.
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
શક્કર ટેટી અને તરબૂચમાં ફળમાખી થતુ નુકસાનને અટકાવીએ.
👉ફળમાખી એક ખતરનાક જીવાત છે, જે ફળની ગુણવત્તા અને ઉત્પાદન બંનેને નુકસાન પહોંચાડે છે. આ જીવાતની માદા ફળની છાલમાં ઈંડાં મૂકે છે, જ્યાંથી નીકળતો કીડો ફળનો ગર્ભ ખાઈ જાય છે. ફૂલ અવસ્થામાં ફળમાખીનું સંક્રમણ થાય તો ફૂલ ખરી પડે છે, અને મોટા ફળમાં નુકસાન થાય તો તે કોહવાઈ જાય છે, જેના કારણે અંતે ફળ ખરી પડે છે. જ્યાં જ્યાં માખી ઈંડાં મૂકે, ત્યાંથી ફળમાંથી રસ ઝરવાનું શરૂ થાય છે, જે “ટુવા” તરીકે ઓળખાય છે. આ સમસ્યા ગરમ હવામાનમાં વધુ જોવા મળે છે, જ્યારે શિયાળામાં જીવાત નિષ્ક્રીય થઈ જાય છે. 👉ફળમાખીનું સચોટ નિયંત્રણ: ✅ અસરગ્રસ્ત અને “ટુવા”વાળા ફળો વીણીને જમીનમાં 1.5-2 ફૂટ ઊંડા દાટી દેવા અને જંતુનાશક પાવડરનો છંટકાવ કરવો. ✅ વાડીની સફાઈ રાખવી અને પાક લાવ્યા પછી જમીનમાં ઊંડી ખેડ કરવી, જેથી કોશેટાનો નાશ થાય. ✅ ફળમાખીના નર મટાડવા માટે ટકડેલા ફળોમાં “ક્યુર લ્યુર” યુક્ત “ફળમાખી પિંજર” 10-15 હેક્ટર દીઠ 1 મીટર ઊંચાઈએ લટકાવવા. ✅ યોગ્ય સંભાળથી બેક્ટોસેરા ક્યુકરબીટી નામની ફળમાખીનું અસરકારક નિયંત્રણ શક્ય છે. ફળમાખી નિયંત્રણ દ્વારા પાકની ગુણવત્તા અને ઉપજમાં વધારો થઈ શકે છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
15
0
અન્ય લેખો