AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વૈજ્ઞાનિકોએ વિકસાવી ડુંગળીની નવી જાત, મળશે ભરપૂર ઉત્પાદન !
કૃષિ માં નવી શોધએગ્રોસ્ટાર
વૈજ્ઞાનિકોએ વિકસાવી ડુંગળીની નવી જાત, મળશે ભરપૂર ઉત્પાદન !
🧅 હરિયાણા કૃષિ યુનિવર્સિટી, હિસારે HOS - 3 નામની ડુંગળીની એક ખાસ જાત વિકસાવી છે. જે ઉપજમાં ખુબ જ સારી છે સાથે ઝડપથી બગડશે નહીં. તેની વિશેષતા જોઇને દક્ષિણ ભારતની એક ખાનગી બિયારણ કંપનીએ યુનિવર્સિટી સાથે કરાર કર્યા છે જેથી કરીને તેને દેશના અન્ય રાજ્યોના ખેડૂતો સુધી પણ લઈ જઈ શકાય. ડુંગળીની આ જાતની સરેરાશ ઉપજ 350 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર સુધી છે. આ જાતની ડુંગળી હળવા અને કાંસ્ય રંગની ગોળાકાર હોય છે. સંગ્રહ દરમિયાન તેમાં માત્ર 3.7 ટકા બોલ્ડિંગ અને 7.2 ટકા અંકુરણ થાય છે. જે ખેડૂતો માટે ફાયદાકારક છે. કંપની અને યુનિવર્સિટી વચ્ચેના કરાર બાદ હવે આ પ્રકારની ડુંગળીના બીજ અન્ય રાજ્યોમાં પણ પહોંચશે. એમઓયુ પર હસ્તાક્ષર કર્યા પછી , હવે ઉપરોક્ત બિયારણ કંપની યુનિવર્સિટીને લાઇસન્સ ફી ચૂકવશે, જેના હેઠળ તેને બિયારણનું ઉત્પાદન અને માર્કેટિંગ કરવાનો અધિકાર મળશે. ખેડૂતો આવતા વર્ષથી ડુંગળીની જાત Hos - 3 ના બિયારણ મેળવી શકશે. પાકના પ્રકાર પર આધારિત છે કમાણી કોઈપણ ખેડૂતની આવક તેની ખેતીની તકનીક અને પાકના પ્રકાર પર ઘણી હદ સુધી આધાર રાખે છે. તેથી જ કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને સુધારેલી જાતો પસંદ કરવા અને યોગ્ય જગ્યાએથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે, જેથી બનાવટી ન નીકળે. જ્યાં સુધી ડુંગળીની વાત છે, તેમાં પુસા રેડ જાત ખૂબ જ લોકપ્રિય છે, જે પ્રતિ હેક્ટર 200 થી 300 ક્વિન્ટલ ઉત્પાદન આપે છે. સુધારેલ બિયારણની ડિલિવરી માટે 9 કરાર : 🧅 વાઇસ ચાન્સેલર પ્રો. બી.આર. કાંબોજે જણાવ્યું હતું કે જ્યાં સુધી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ સંશોધન ખેડૂતો સુધી ન પહોંચે ત્યાં સુધી તેનો કોઈ ફાયદો નથી. આથી આવા કરારો દ્વારા યુનિવર્સિટીનો પ્રયાસ છે કે અહીંથી વિકસિત અધતન જાતો અને તકનીકો વધુને વધુ ખેડૂતો સુધી પહોંચી શકે. છેલ્લા એક વર્ષમાં વિવિધ પાકની જાતો માટે વિવિધ ખાનગી ભાગીદારો સાથે કુલ નવ કરાર કરવામાં આવ્યા છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
19
4