AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વેલાવાળા શાકભાજીમાં નુકસાન કરતી ફળછેદક !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વેલાવાળા શાકભાજીમાં નુકસાન કરતી ફળછેદક !
🥒 આ ઇયળ ઘીલોડી, પરવળ, કાકડી, સકકરટેટી અને તડબૂચ જેવા પાકોમાં નુકસાન કરે છે. 🍉 લીલા ઘાટા રંગની ઇયળ શરુઆતમાં પાન ભેગા કરી જાળુ બનાવી તેમાં રહી નુકસાન કરે જ્યાર ફળ ઉતારવાનો 🍈સમય હોય ત્યારે આ ઇયળ ફૂલ, વિકસતા ફળોને નુકસાન પહોંચાડે છે. 🐛 ઇયળ વેલાને પણ નુકસાન કરતી હોવાથી તેની ટોચ પીળી પડી સુકાઇ જાય છે. 🐝 આના રોકથામ માટે ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત દવા ઈકોનીમ (10000 પીપીએમ- 1% ઇસી) 15 મિલિ અથવા બાયોપેસ્ટીસાઇડ જેવી કે બ્યુવેરિયા બેઝીઆના 1.15% WP 100 ગ્રામ પ્રતિ 15 લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 જો ઉપદ્રવની માત્રા વધારે હોય તો ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 18.5 એસસી દવા 6 મિલિ પ્રતિ 15 લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
6