AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વિશ્વના સૌથી મીઠા ફળ અંજીરની ખેતી હવે ગુજરાતમાં !
નઈ ખેતી, નયા કિસાનએગ્રોસ્ટાર
વિશ્વના સૌથી મીઠા ફળ અંજીરની ખેતી હવે ગુજરાતમાં !
🥯અમરેલી જિલ્લાના આંકડિયા ગામના વિલાસ બેને અંજીરની ખેતી શરૂ કરી છે. વિલાસ બેનના પતિ દિનેશ ભાઈ ચીનના એક ફાર્મ હાઉસમાં ૨૦૧૯માં રોકાયા હતા અને ત્યાં અંજીરની ખેતી જોઈ આવ્યા હતા. ૨૦૨૦માં લોકડાઉનમાં સુરતથી અમરેલી આવ્યા હતા. સાત વીઘા જમીનમાં અંજીરના ૩૪૦૦ રોપાઓ મલેશિયાથી મંગાવીને ઓર્ગેનિક રીતે અંજીરની ખેતી કરવાનું નક્કી કર્યું. બે વર્ષથી આખો પરિવાર ખેતરમાં કામ કરે છે. ૮ થી ૧૦ લાખ રૂપિયાની કમાણી થઇ હતી. ૧૪૦૦ થી ૧૬૦૦ રૂપિયા કિલોનો ભાવ મળ્યો હતો. 🥯છ મહિના બાદ ફળ આવ્યા હતા. ૧૨૦ ગ્રામ એક ફળનું વજન હતું. બીજો પાક ફરી ચોમાસામાં આવ્યો એટલે કે એક વર્ષમાં બે વખત અંજીરનો પાક આવે છે. ચોમાસાના પાકમાં પાણીને લીધે મીઠાશ ન આવતા તેનું જામ બનાવી વેચ્યો હતો. 🥯ગાયનું છાણ, ગોમૂત્ર, ગાયનું દૂધ, છાશ, ચણાનો લોટ ગોળનો છંટકાવ કરે છે. ટપક સિંચાઈમાં પાણી સાતે તે ભેળવીને આપે છે. રોપના જડમૂળ સુધી પહોંચી જાય છે. છટકાવ અને પીયત પણ કરે છે. અફઘાનથી આયાત કરવામાં આવતા અંજીર કરતા ઓર્ગેનિક અંજીરમાં વધુ મીઠાશ હોવાથી મોટા આંકડિયા ગામના અંજીર વધુ પસંદ કરે છે. યૂટ્યૂબથી માહિતી મેળવી હતી. અંજીરનો પાક દસથી અગિયાર મહિનામાં તૈયાર થાય છે અને પાક તૈયાર થતા તેના ફળ લીલી અંજીરનો ભાવ ૧૫૦ થી ૨૦૦ રૂપિયા કિલોના ભાવે વેચાય છે. જયારે સૂકી અંજીરના સૂકા ફળને પ્રોસેસિંગ કરીને બજારમાં કિલોના ૧૧૦૦ થી ૧૨૦૦ રૂપિયાના ભાવે વેચાય છે. અંજીરના પાકનું ઉત્પાદન એક વીઘામા અંદાજિત અઢી થી ત્રણ લાખ જેટલું થાય છે.અંજીરનો ફાલ ૨૦ થી૩૦ વર્ષ સુધી આવે છે જ્યારે તેની સાથે સાથે બીજા શાકભાજી અને બાજરી જેવા પાક પણ લઈ શકાય છે. 🥯જમીન :- અંજીરનું વાવેતર વિવિધ પ્રકારની સારા નિતારવાળી જમીનમાં થઇ શકે છે. ગુજરાતની જમીન અંજીરના પાક માટે અનુકૂળ છે. જે જમીનમાં કૃમિનો ઉપદ્રવ હોય ત્યાં અંજીરની ખેતી કરવી હિતાવહ નથી. અંજીરનું વાવેતર નિતારવાળી જમીનમાં કરવાથી સારો ફાલ મળે છે. તેને મધ્યમ કાળી અને ગોરાડુ જમીન માફક આવે છે. અંજીરના છોડ ક્ષાર સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે આથી થોડી ક્ષારીય જમીનમાં પણ તે સફળતાપૂર્વક ઉછેરી શકાય છે. ગુજરાતની જમીન અંજીરના પાક માટે અનુકૂળ છે. જમીનમાં અળસિયા અથવા બીજા જીવ હોય ત્યાં અંજીરની ખેતી યોગ્ય રીતે નથી થઈ શકતી. 🥯આબોહવા :- અંજીરનો વિકાસ ૧૫.૫ સે.થી ૨૧ સે. જેટલું ઉષ્ણાતાપમાન હોય તેવા વાતાવરણમાં સારો થાય છે. આ સમશીતોષ્ણ કટિબંધનું ફળ છે. દ્રાક્ષની જેમ માર્ચ-એપ્રિલમાં આવતા ફળને મીઠા બહાર કહે છે જ્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં આવતા ફળને ખટ્ટા બહાર તરીકે ઓળખવામાં આવે છે. મીઠા બહાર ફળની ક્વોલિટિ વધુ સારી હોય છે. જ્યારે ખટ્ટા બહારના ફળનો ઉપયોગ જેલી અને જામ બનાવવામાં થાય છે. અંજીરની 800 જાતો છે. જેમની એક જાત થડ સફેદ રંગની છાલ ધરાવે છે. તેના પાન સુગંધિત તથા ૧૫-૨૫ સેમી લાંબા અને ૧૦-૨૦ સેમી પહોળા હોય છે. વ્યાપારિક જાત બીજ વગરની હોય છે, જે માટે પ્રસર્જન કટકાકલમથી થાય છે. તે ઉપરાંત ગુટીકલમ, પ્રકાંડ-ઉપરોપણ તથા કલિકા-ઉપરોપણથી પણ પ્રસર્જન શક્ય છે. પ્રસર્જન માટે જુલાઈથી સપ્ટેમ્બર, ફેબ્રુઆરી અને માર્ચ અનુકૂળ હોય છે. વધુ ફળના ઉત્પાદન માટે છાંટણી ઉપરાંત ડાળખીઓ ઉપર ઘીસી પાડવી જરૂરી હોય છે. ફળ પાકવાની શરૂઆત થાય ત્યારે છાલનો રંગ બદલાય છે. એપ્રિલ અને માર્ચ માસમાં આ પ્રક્રિયા ચાલે છે. સારા નિતારવાળી એક મીટર ઊંડાઈવાળી હલકી જમીનમાં વાવેતર સારી રીતે થાય છે. વધુ ભેજ સંઘરી શકે તેવી જમીન તેને માફક આવતી નથી. ખાતર જરૂરી છે. રસ્તાની બંને બાજુએ છાયાવૃક્ષ તરીકે ઉપયોગી. 🥯રોપણી :- અંજીરની ખેતીમાં અંજીરના છોડની રોપણી ખાસ કરીને જુલાઈ- ઓગષ્ટ માસમાં કરવામાં આવે છે. ૪.૫ થી ૫ મીટરના અંતરે ૬૦ સે.મી. × ૬૦ સે.મી. × ૬૦ સે.મી. માપના ખાડા મેં માસમાં કરી ૧૫ દિવસ તપવા દેવા. ત્યારબાદ ખાડાની માટી સાથે ૨૦ કિ.ગ્રા. છાણિયું ખાતર અને ૨૫૦ ગ્રામ દિવેલી ખોળ ખાડા દીઠ ભેળવીને ખાડા પૂરવા. ખાડાના તળિયે પ ગ્રામ ૧૦ ટકા બી.એચ.સી. પાઉડર મૂકવો. અંજીરનું વાવેતર કટકા કમલ, હવાની દાબ કલમ અથવા ગુટી કલમની પધ્ધતિથી કરવમાં આવે છે એ ઉપરાંત કલિકારોપણ અને ઉપરોપણ દ્વારા સફળતાપૂર્વક કલમ કરવામાં આવે છે 🥯ખાતર :- પુખ્ત ક્ષુપને ૫૦૦:૪૦૦:૪૦૦ ગ્રામ નાઇટ્રોજન:ફોસ્ફરસ:પોટાશ આપવાની ભલામણ કરવામાં આવેલી છે. રોપણી પછી પાકની માવજત નીચે પ્રમાણે કોઠા મુજબ ખાતર ઉમેરીને કરવી. વર્ષ છાણિયું ખાતર (કિ.ગ્રા નાઈટ્રોજન (ગ્રામ) ફોસ્ફરસ (ગ્રામ) પોટશ (ગ્રામ) ૧) પ્રથમ ૧૦:- ૧૮૦: ૬૦: ૫૦ ૨) બીજું ૨૦:- ૩૬૦: ૧૨૦: ૧૨૦ ૩) ત્રીજું ૩૦:- ૫૪૦: ૧૮૦: ૧૮૦ ૪) ચોથું ૪૦:- ૭૨૦: ૨૪૦: ૨૪૦ ૫) પાંચમું (મોટા છોડ) ૫૦:- ૯૦૦: ૩૦૦: ૩૦૦ દર વર્ષે ઓગષ્ટ-સપ્ટેમ્બર માસ દરમિયાન છાંટણી અને ખાંચા પાડ્યા પછી છાણિયું ખાતર અડધો જથ્થો આપવો. નાઈટ્રોજનનો બાકીનો અડધો જથ્થો છાંટણી અને ખાંચા પાડ્યા પથી ૨ થી ૨.૫ માસ પછી આપવો. 🥯સિંચાઈ :- અંજીર ઓછા પણીએ થતો પાક ગણાય છે. પરંતુ જો નિયમિત પિયત કરવામાં આવે તો ફળની અને ઝાડની ગુણવત્તામાં ઘણો સુધારો જોવા મળે છે. જેને લીધે ફળ કદમાં મોટા સારી ક્વોલિટિના અને વધુ સંખ્યામાં બેસે છે. સામાન્ય રીત અંજીર ઓછા પાણીએ થતો પાક ગણાય છે પરંતુ તાજેતરના વર્ષોમાં અંજીરના પાકને પિયતની જરૂરિયાત અંગે લેવામાં આવેલ અખતરા પરથી જણાયું છે કે નિયમિત પિયત આપવાથી છોડની વાનસ્પતિક વૃદ્ધિ વધારે થાય છે. ફળો કદમાં મોટા, સારી ગુણવતાવાળા તેમજ વધારે સંખ્યામાં બેસે છે અંજીરના એક ક્ષુપ પરથી ૧૫૦-૨૫૦ જેટલા ફળ એક સિઝનમાં ઉતરે છે. જે બજારમા ૧૦૦ થી ૨૦૦ રુપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. એક કિલો પાકા લીલા અંજીરનો ભાવ રૂ. ૨૫ થી ૫૦ રહે છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
13
7