AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વર્તમાન પાકોમાં મોલોની સમસ્યા.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
વર્તમાન પાકોમાં મોલોની સમસ્યા.
🙏નમસ્કાર ખેડૂતભાઈઓ હાલના બદલતા વાતાવરણ ના લીધે જીરું,બટાકા,ભીંડો વગેરે પાકમાં નુકશાની કરે છે.તો આજે આપને વાત કરીશું તેની ઓળખ,નુકશાની અને નિયંત્રણ વિશે. 🌱મોલો પીળાશ પડતા લીલા અથવા કાળા રંગની,પોચા શરીરવાળી અને લંબગોળ જીવાત હોય છે. છોડ ની વાન્સપતિક વૃદ્ધિ થી માંડી ને છોડ ના પાકવા ના અવસ્થા સુધી એટલે કે ડીસેમ્બર થી માર્ચ ના સમયગાળા દરમ્યાન આ જીવાત નો ઉપદ્રવ જોવા મળે છે. વધુ પ્રમાણ માં ઉપદ્રવ હોય તો મોલો પાક પર સંપૂર્ણ પણે છવાય જાય છે.અને રસ છુસી ને છોડ ને નબળો કરી દે છે. મોલો શરીર માંથી મધ જેવો ચીકણો રસ ઝરતો હોવાથી ખેડૂતો આ જીવાત ને ગળો તરીકે પણ ઓળખે છે. 🌱પાક માં મોલો જીવાતના નુકશાન વિશે વાત કરીયે તો મોલો ના પુખ્ત તેમજ બચ્ચા કુમળી ડાળી,ફૂલ તેમજ બીજ ના ભાગ માંથી રસ ચૂસી ને નુકશાન પહોચાડે છે. જો વાનસ્પતિક અવસ્થા માં ઉપદ્રવ રહે તો છોડ પીળો પડે છે, વૃદ્ધિ વિકાસ અટકે છે અને નબળો બની જાય છે. મોલો ચીકણો મધ જેવું પ્રવાહી નું ઉત્સર્જન કરતા હોવાથી સમય જતા છોડ પર કાળી ફૂગ લાગે છે.તેથી ઉત્પાદન અને ગુણવતા એમ બને પર માઠી અસર થાય છે. 🌱આ જીવાતનો વધુ ઉપદ્રવ જણાય તો સૌ પ્રથમ મેન્ટો (ઇમિડાકલોપ્રિડ 70 % WG) @ ૫ ગ્રામ/૧૫ લીટર પાણી સાથે ઇકો નીમ પ્લસ @ ૧૫ મીલી/ ૧૫ લીટર પાણી માં નાખી ને છંટકાવ કરવો જોયે.વધુ ઉપદ્રવમાં ઉલાલા (ફ્લોનીકામાઇડ ૫૦ ડબલ્યુજી) ૮ ગ્રામ/૧૫ લીટર મુજબ છંટકાવ કરવો. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
21
8
અન્ય લેખો