ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
વરિયાળીના પાકમાં સાકરિયા વિશે જાણો.
👉વરિયાળીના પાકમાં સાકરિયાઓ કોઈ રોગ નથી, પરંતુ દેહધાર્મિક વિકૃતિ છે, જેનાથી ફૂલમાંથી મધ જેવું પ્રવાહી નીકળે છે. આ પ્રવાહી કારણે કાળી ફૂગનો ઉપદ્રવ થાય છે, જે છોડને કાળા પાડી દે છે અને દાણા બેસતા નથી.
👉આ સમસ્યા વધુ પડતા પિયત અને નાઇટ્રોજન ખાતરના અતિશય વપરાશના કારણે વધી શકે છે. આ માટે વિશેષ નિયંત્રણ ઉપાય ઉપલબ્ધ નથી, પરંતુ અમુક પગલાં દ્વારા નુકસાન ઘટાડી શકાય છે. પાકમાં સમતોલ પોષણ વ્યવસ્થાપન રાખવું જરૂરી છે. વધુ પિયતથી બચવું અને નાઇટ્રોજન ખાતરનો ઓછી માત્રામાં ઉપયોગ કરવો જોઈએ.
👉સાચી ખેતી પદ્ધતિ અપનાવીને અને યોગ્ય પોષણ વ્યવસ્થાપન દ્વારા આ વિકારની અસર ઘટાડવામાં સહાય મળી શકે છે, જે પાકના ઉત્પાદનને વધારવામાં મદદરૂપ સાબિત થશે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!