AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 લીલો પડવાશ શું છે તેનાથી થતા ફાયદા
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
લીલો પડવાશ શું છે તેનાથી થતા ફાયદા
👉જમીનની ફળદ્રુપતા જાળવવા અને સેન્દ્રિય પદાર્થોનો પૂરવઠો કરવા માટે છાણિયું ખાતર એક મુખ્ય સ્ત્રોત છે. પરંતુ યાંત્રિક ખેતીમાં વધારો થવાને કારણે પશુઓની સંખ્યા ઘટી રહી છે, જેનાથી છાણિયું ખાતર ઉપલબ્ધ નથી. આ સંજોગોમાં, લીલો પડવાશ એક વ્યવહારૂ અને અસરકારક વિકલ્પ બની રહ્યો છે. 👉લીલો પડવાશમાં ખાસ કરીને કઠોળવર્ગના પાકો ઉગાડવામાં આવે છે અને ફૂલ આવ્યે પહેલા જમીનમાં દાટી દેવામાં આવે છે. આ પાકો જમીનમાં ભળી જઈ તદ્દન વિઘટિત થાય છે, જે જમીનમાં પોષક તત્વો પૂરા પાડે છે અને જમીનની બાંધાશ સુધારે છે. 👉લીલા પડવાશના ફાયદા: ✅ જમીનની નમૃત્તા અને પોષક તત્ત્વોની ઉપલબ્ધતા વધારે છે. ✅ હવામાં રહેલું નાઈટ્રોજન જમીનમાં સ્થિર કરવામાં મદદ કરે છે. ✅ જમીનના તાપમાનને નિયંત્રિત કરે છે અને ધોવાણ ઘટાડે છે. ✅ જમીનમાં હવાની અવરજવર અને પાણીની નિતાર શક્તિ વધારે છે. ✅ ફૂગ અને રોગકારક જીવાણુઓનું નિયંત્રણ કરવામાં મદદ કરે છે. ✅ જીવાત નિયંત્રણ માટે પોંગામીઆ અને લીમડા પાનનો ઉપયોગ કરી શકાય છે. 👉વિશેષમાં, લીલો પડવાશ અપનાવવાથી ખેડૂતને 15-20% વધુ ઉત્પાદન મળે છે, જે જમીનને વધુ ઉપજદાયક અને ફળદ્રુપ બનાવે છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
24
0
અન્ય લેખો