ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
લીંબુમાં ડાઈબેક (અવરોક મૃત્યુ)રોગ અને નિયંત્રણ
👉આ રોગની શરૂઆત ડાળીઓના ટોચના ભાગથી થાય છે, જ્યાં ટોચનો ભાગ પહેલેથી જ સુકાવાની પ્રકિયા શરુ થાય છે અને ધીમે ધીમે સમગ્ર ડાળી પર ફેલાય છે. રોગનું પ્રારંભિક લક્ષણ પાંદડાં પીળા પડવા અને તેની સંખ્યામાં તેમજ કદમાં ઘટાડો થવામાં જોવા મળે છે. રોગગ્રસ્ત ડાળીઓ પર ખૂબ નાના કદના લીંબુ સર્જાય છે, જે ફળની ગુણવત્તા અને ઉપજ પર નકારાત્મક અસર કરે છે.
👉આ રોગનો મુખ્ય કારણ જમીનમાં અસંતુલિત પોષક તત્વોનું હોવું, વધુ ક્ષારનું પ્રમાણ, જમીનમાં પાણીની ઉંચી સપાટી અને હવાની અવરજવમાં ઘટાડો છે. આ ઉપરાંત ફૂગ, કૃમિ અથવા વાયરસ પણ આ રોગનું કારણ બની શકે છે.
👉રોગને આગળ વધતા અટકાવવા માટે તાત્કાલિક ઉકેલ આપવો જરૂરી છે. તે માટે એગ્રોસ્ટાર કૂપર 1 (કોપર ઓક્સીક્લોરાઈડ 50% ડબલ્યુજી) નો 50 ગ્રામ પ્રતિ પંપ અથવા એગ્રોસ્ટાર રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% એસસી) નો 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો. આ છંટકાવની પ્રકિયા છોડને રોગથી બચાવવામાં મદદરૂપ થવા સાથે ઉપજ અને ગુણવત્તા જાળવી રાખે છે.
👉સ્ત્રોત:- એગ્રોસ્ટાર
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!