AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
લીંબુના પાકમાં ગુંદરિયોનો પ્રશ્ન અને નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
લીંબુના પાકમાં ગુંદરિયોનો પ્રશ્ન અને નિયંત્રણ
લીંબુમાં ગુંદરિયાં રોગ ફૂગજન્ય રોગ છે, જે છોડના થડ અને ડાળીઓ ઉપર આક્રમણ કરી તેમને નબળા પાડે છે. રોગग्रસ્ત ઝાડના જૂનાં પાંદડા પીળાં પડી જાય છે, અને વિકાસ અટકી જાય છે. કૂંપળો નાનકડી રહે છે અને થડ તેમજ ડાળીઓમાંથી ચીકણો ગુંદર જેવો પ્રવાહી સ્રાવ થવા લાગે છે. જો રોગની તીવ્રતા વધી જાય તો સ્રાવનું પ્રમાણ વધે છે, જે કારણે ઝાડ નબળું પડી ધીમે-ધીમે સુકાઈ જવા લાગે છે. 👉રોગ નિયંત્રણ માટે જરૂરી પગલાં ✔ બગીચામાં સ્વચ્છતા રાખો – નીંદણ અને બિનજરૂરી છોડ દૂર કરો. ✔ ચોમાસા પહેલાં અને પછી બોર્ડોપેસ્ટ મલમ થડના 30-40 સેમી ભાગમાં ચોપડવો. ✔ ફૂગ નિયંત્રણ માટે સ્પ્રે –સ્ટ્રેપ્ટોસાયકલીન 1 ગ્રામ + કોપર ઓકસીક્લોરાઈડ 50%@50 ગ્રામ ને 15 લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરો. ✔ ઝાડના દૂષિત ભાગ કાપી નાશ કરો, જેથી રોગ ન ફેલાય. રોગ સમયસર નિયંત્રિત કરવામાં ન આવે તો આખું ઝાડ સુકાઈ જાય છે. સાચી તકેદારી અને યોગ્ય દવાઓનો ઉપયોગ કરીને લીંબુના પાકને રોગમુક્ત રાખી શકાય છે.🍋✅ 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
9
0
અન્ય લેખો