AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણમાં આવતો ગઠિયા પાનનો રોગ !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
રીંગણમાં આવતો ગઠિયા પાનનો રોગ !
🍆આ રોગનો ફેલાવો તડતડિયા જીવાત કરતી હોય છે. ખેડૂતો આ રોગને રામોટ તરીકે પણ ઓળખતા હોય છે. 🍆આ રોગમાં પર્ણદંડ એકદમ નાના થતા પાન એકદમ નાના થઇ જતા હોય છે. આવા છોડ ઉપર ફૂલ કે ફળ લાગતા હોતા નથી. 🍆આવા દેખાતા છોડ શરુઆતથી જ ખેતરમાંથી કાઢી નાશ કરી દેવા. આ રોગના વાહક તરીકે તડતડિયા હોવાથી તેનું નિયંત્રણ કરતા રહેવું. 🍆સપ્ટેમ્બર મહિનામાં રોપણી કરવાથી આનો ઉપદ્રવ ઓછો રહે છે. તડતડિયાના નિયંત્રણ માટે ધરુ રોપતા પહેલા ઇમિડાક્લોપ્રિડ ૧૭.૮ એસએલ ૫ મિલિ પ્રતિ ૧૦ લી પાણીમાં બનાવેલ દ્રાવણમાં બે કલાક સુધી મૂળિયાં બોળી રાખવા. 🍆જીવાતના નિયંત્રણ માટે ઇમિડાક્લોપ્રિડ ૧૭.૮ એસએલ ૪ મિલિ અથવા બીટા સાયફ્લુથ્રિન ૮.૪૯% + ઇમિડાક્લોપ્રિડ ૧૯.૮૧% ઓડી ૪ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
4
અન્ય લેખો