AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રીંગણની ડુંખની ઈયળનું સચોટ નિયંત્રણ.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
રીંગણની ડુંખની ઈયળનું સચોટ નિયંત્રણ.
👉રીંગણના પાકમાં ઈયળો દ્વારા થતા નુકસાનને કારણે ઉપજ ખરાબ થાય છે. ઈયળો શરૂઆતમાં છોડ નાનો હોય ત્યારે ડૂંખમાં દાખલ થાય છે અને અંદરનો ગર્ભ ખાઈ જાય છે, જેથી ડૂંખ ચીમળાઈ જાય છે. ફળ બેસ્યા પછી નાની ઈયળો ફળના વજ્રમાં પ્રવેશી અંદરનો ભાગ ખાઈ જાય છે. આથી, ફળ ખાવા યોગ્ય રહેતા નથી. 👉ઈયળનો વિકાસ પૂર્ણ થાય ત્યારે ફળમાં ગોળ કાણું પાડી બહાર નીકળી જાય છે, જે ઉપદ્રવગ્રસ્ત ફળની સ્પષ્ટ ઓળખ આપે છે. ઉપદ્રવથી બચવા માટે નુકસાન પામેલ રીંગણ અને ચીમળાયેલા ડૂંખોને તોડીને ઉંડા ખાડામાં દાટી દેવું જરૂરી છે. 👉ઉપાયો: 1.ફેરોમોન ટ્રેપ: પ્રતિ એકર 12-16 ફેરોમોન ટ્રેપ લગાવો અને 60 દિવસ પછી લ્યુર બદલવું. 2. રાસાયણિક નિયંત્રણ: ઉપદ્રવ વધુ જણાય ત્યારે કોપીગો (ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ 9.3% + લેમ્બડા-સાયલોથ્રીન 4.6% ZC) 8 મી.લી. પ્રતિ પંપ છંટકાવ કરો. 👉આ નિયંત્રણ પદ્ધતિઓ અપનાવવા થી રીંગણના પાકને સુરક્ષિત રાખી ઉચ્ચ ઉપજ મેળવી શકાય છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
6
0
અન્ય લેખો