AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટી થશે શરુ!
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટી થશે શરુ!
🌧️રાજ્યમાં હાલ ત્રાહિમામ પોકરાવતી ગરમી પડી રહી છે જોકે એક અઠવાડિયા પછી પ્રી મોનસૂન એક્ટિવિટી જોવા મળશે. તેમજ 26 મેથી 30 એપ્રિલ વચ્ચે વરસાદ પણ પડી શકે છે. તેવામાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ પ્રી મોનસુન, વિધિવત વરસાદી સીઝનની શરુઆત અને જૂન - જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદની સ્થિતિ વિશે વરતારો આપ્યો છે. 🌧️પ્રી મોનસુન વરસાદના કારણે બાગાયતી પાકેને નુકસાન થયુ છે. હવે કાળાઝળા ગરમી પડી રહી છે. તાપમાન 44 ડિગ્રી ઉપર પહોચ્યુ છે. આગામી 5 દિવસ વાતાવરણ અને તાપમાન યથાવત રહેવાનુ છે. ત્યાર બાદ 26 થી 30 મેના પ્રી મોનસુન એક્ટિવિટી થશે અને આંધી વંટોળ સાથે વરસાદ થવાનુ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનુ અનુમાન છે. 🌧️હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે 26 મે સુધી કાળઝાળ ગરમી પડશે. અને ત્યાર બાદ 26 મે બાદ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે. 26 થી 30 મેના રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. ત્યાર બાદ 4 જુન સુધી વરસાદ ચાલુ રહેશે. જો કે ચોમાસાના નિયમિત વરસાદ પહેલા પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. 🌧️ત્યાર બાદ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. જો કે ગુજરાતમાં ચોમાસુ 15 જુન બાદ શરુ થતુ હોય છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસુ સમય કરતા વહેલું બેસી જશે. અને સારો વરસાદ થવાનુ પણ અનુમાન છે. 🌧️તેવા માં 26 મે બાદ વરસાદ થાય તો વાવણી કરવી જોઈએ કે નહીં આ બાબતે અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે ખેડુતો ચોમાસાનો વરસાદ થાય તે પહેલા વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે કે 26 થી 30 મેના વરસાદ થશે. અને ત્યાર બાદ 7 થી 14 જુના ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. 🌧️જો કે રોહિણી નક્ષત્રમાં વાવણી થતી હોય છે. પરંતુ રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે. ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને ભારે પવન ફુકાશે. એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ. નહી તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
21
0
અન્ય લેખો