AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રાજ્યમાં જોરદાર મેઘમહેરના એંધાણ!
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
રાજ્યમાં જોરદાર મેઘમહેરના એંધાણ!
⛈️ગુજરાત પર એક બાદ એક બે મોટી વરસાદી સિસ્ટમ આવવા જઈ રહી છે. વરસાદ હવે ભૂક્કા કાઢશે એવી આગાહીઓ શરૂ થઈ ગઈ છે. આમ પણ જુલાઈમાં ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ ન હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. આ વખતે પણ જુલાઈમાં મેઘરાજા જોરદાર જમાવટ કરી શકે છે. ⛈️હવામાન વિભાગ ના અનુમાન પ્રમાણે, બંગાળની ખાડીમાં બેક ટૂ બેક 2 સિસ્ટમ બનવાની સંભાવના છે. એવામાં ગુજરાતમાં ધોધમાર વરસાદના ઉજળા સંજોગો સર્જાઈ શકે છે.વરસાદની અછતવાળા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે. ⛈️બંગાળની ખાડીમાં હાલ જે પહેલી સિસ્ટમ સર્જાઈ રહી છે તેની અસર 16થી 20 જુલાઈ દરમિયાન ગુજરાત પર થશે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. ⛈️16 જુલાઈ બપોર બાદથી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમની અસરરૂપે વરસાદ ધમાકેદાર બેટિંગ કરી શકે છે. આ સિસ્ટમની મુખ્ય અસર 16થી 18 જુલાઈએ રહેશે. 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ⛈️ઉત્તર, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. ⛈️19 જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી પણ એક સિસ્ટમ સક્રિય થવાનું વાલાણીનું અનુમાન છે. બીજી સિસ્ટમની અસરના ભાગરૂપે ભારેથી અતિભારે વરસાદ સંભવ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થઈ શકે છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
121
0