AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
રણ તીડ નું જીવન ચક્ર
કીટ જીવન ચક્રએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
રણ તીડ નું જીવન ચક્ર
ઈંડા અવસ્થા : માદા રેતાળ જમીનમાં ૫ થી ૧૨ સેમી. નીચે 2 થી 4 વખત ૬૦ થી ૨૦૦ ઈંડા મૂકે છે જે ઈંડા માંથી ૧૦ થી ૧૨ દિવસ માં બચ્ચા બહાર આવે છે. _x000D_ બચ્ચા અવસ્થા : ઈંડા માંથી નીકળેલ બચ્ચા કાતળી ઉતારીને પુખ્ત અવસ્થા ધારણ કરે છે. જે અવસ્થા ૪૦ થી ૮૫ દિવસ ની હોય છે. _x000D_ રણતીડનું જીવન ચક્ર સામાન્ય આપણે ત્યાં દેખાત તીતીઘોડા જેવું જ હોય છે. પરંતુ આ જીવાત સામાન્ય રણ માં જોવા મળે છે._x000D_ _x000D_ નુકશાન : _x000D_ રણ તીડ મોટા અસંખ્ય ટોળા માં ઉડી ને લીમડા સિવાય ઘાસ, વનસ્પતિ, ઝાડ- પાંદડા અને ઉભા પાકને ખાઈને અતિશય નુકશાન કરે છે. _x000D_ સામાન્ય રીતે તીડ તેના વજન બરાબર જ ખોરાક લે છે. _x000D_ એક ટોળા માં ૮ થી ૧૦ કરોડ તીડ હોય છે. એટલે જ્યાં ટોળું બેસે એટલે થયું નુકશાન તેમ સમજવું._x000D_ _x000D_ નિયંત્રણ : _x000D_ તીડ નું ટોળું આવતું જણાય કે, ગામજનોએ ખેતરમાં ઢોલ, પાત્ર ના ડબા કે થાની વગાડીને અવાજ કરવો. _x000D_ ટોળું રાત્રી રોકાણ કરે તો કેરોસીનના કાકડા વડે સળગાવી નાશ કરવો. _x000D_ તીડ ના બચ્ચા મોટા થયા પછી ખોરાક ની શોધમાં આગેકૂચ હોય છે, ત્યારે અનુકૂળ જગ્યા એ લાંબી ખાઈઓ ખોદીને તીડના બચ્ચાના ટોળા દાટી દેવા._x000D_ જે વિસ્તારમાં તીડના ઈંડા મુક્યા હોઈ તે વિસ્તારની જમીન પર એક હેક્ટર જમીન દીઠ ૨૫ કિ.ગ્રા . જેટલી મેલાથીઓન ૫ % / ક્વિનાલ્ફોસ ૧.૫ % ભૂકીના બે ફુટ પહોળા પટ્ટાઓ કરવા . _x000D_ તીડના બચ્ચાના ટોળાને આગળ વધતા અટકાવવા ઝેરી પ્રલોભકા [ ડાંગરની કૂશકી ( ૧૦૦ કિ . ગ્રા . ) ની સાથે ફેનીટ્રાથીઓન ( 0.૫ કિ.ગ્રા . ) + ગોળની રસી ( ૫ કિ . ગ્રા . ) ] બનાવી જમીન ઉપર રસ્તામાં વેરવી . _x000D_ જ્યાં ખેતીના પાક પર અથવા ઘાસિયામાં તીડના ટોળા બેસે ત્યાં મેલાથીઓન ૫ % / ક્વિનાલ્ફોસ ૧.૫ % ભૂકીનો છંટકાવ કરવો . _x000D_ જમીન પર રાતવાસો માટે ઉતરેલું તાંડનું ટોળું પણ સામાન્ય રીતે સવારનાં દસ - અગીયાર વાગ્યા પછી જ પ્રયાણ કરતું હોય છે ત્યારે મેલાથીની પૂ % અથવા ક્વિનાલ્ફોસ ૧.૫ % ભૂકી દવાનો છંટકાવ કરવો . _x000D_ લીમડાની લીંબોડી ની મંજિનો ભૂકો છે ૫ % અર્ક અથવા લીંબડાનું તેલ ૪૦ મિ.લિ + કપડાં ધોવાનો પાઉડર અથવા લીંબડા આધારીત તેયાર કીટકનાશક 20મિ.લિ.થી 40 મિ.લિ. પ્રતિ ૧૦ લીટર માં ઉમેરી ને છોડ પર છંટકાવ કરવો. _x000D_
આપેલ માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
44
0