AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાTech Khedut
યોજનામાં ધરખમ ફેરફાર, હવે e-KYC વગર નહીં મળે 10 મો હપ્તો !
🎯 PM કિસાન નિધિ યોજનાના 10મા હપ્તાની રાહ જોઈ રહેલા 12 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતો માટે મોટા સમાચાર છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2021માં મોદી સરકારે મોટો ફેરફાર કર્યો છે. ખેડૂતો માટે ઇ-કેવાયસી આધાર ફરજિયાત બનાવ્યું છે. પોર્ટલ આધાર આધારિત OTP પ્રમાણીકરણ માટે ફાર્મર કોર્નર્સમાં eKYC વિકલ્પ પર ક્લિક કરો અને બાયોમેટ્રિક પ્રમાણીકરણ માટે નજીકના CSC કેન્દ્રોનો સંપર્ક કરો. જો કે, તમે ઘરે બેસીને તમારા મોબાઇલ, લેપટોપ અથવા કોમ્પ્યુટરની મદદથી આ પરિપૂર્ણ કરી શકો છો. પ્રક્રિયા : • સૌથી પહેલા તમે https://pmkisan.gov.in/ પોર્ટલ પર જાઓ. • સૌથી ઉપર તમને eKYC લખેલું જોવા મળશે. તેના પર ક્લિક કરો • હવે તમારો આધાર નંબર અને ઇમેજ કોડ દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો • આ પછી આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરો અને OTP દાખલ કરો • જો બધું બરાબર રહેશે તો eKYC પૂર્ણ થશે નહીં તો અમાન્ય આવશે. • જો eKYC ન થાય તો તમારા હપ્તામાં વિલંબ થઈ શકે છે. • તમે તેને આધાર સેવા કેન્દ્રમાં સુધારી શકો છો. તેમને હપ્તો નહીં મળે આ લોકોને નહીં મળે લાભ : • કોઈ કરદાતા હોય • જે લોકો ખેતીની જમીનનો ખેતીના કામને બદલે અન્ય કામ માટે ઉપયોગ કરી રહ્યા છે. • ઘણા ખેડૂતો બીજાના ખેતરમાં ખેતીકામ કરે છે, પરંતુ ખેતરોના માલિક નથી. • જો કોઈ ખેડૂત ખેતી કરે છે, પરંતુ ખેતર તેના નામે નથી. • જો ખેતર તેના પિતા કે દાદાના નામે છે. • જો કોઈ વ્યક્તિ ખેતીની જમીન ધરાવે છે પરંતુ સરકારી કર્મચારી છે અથવા નિવૃત્ત થયા છે. • એક વ્યક્તિ પાસે ખેતર છે, પરંતુ તેને મહિને 10000 રૂપિયાથી વધુનું પેન્શન મળે છે. સંદર્ભ : Tech khedut, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
20
10
અન્ય લેખો