AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજનાનો લાભ લેવા માટે અરજી કરવામાં નિયમોમાં મોટો ફેરફાર!
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
યોજનાનો લાભ લેવા માટે અરજી કરવામાં નિયમોમાં મોટો ફેરફાર!
👉નવી અરજી માટે રેશનકાર્ડ ફરજિયાત - જે ખેડૂતોએ હજુ સુધી પીએમ કિસાન યોજના હેઠળ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, તો આવા લોકોને રજીસ્ટ્રેશન કરાવવા માટે રેશન કાર્ડની જરૂર પડશે. જે ખેડૂતો પાસે રેશનકાર્ડ નથી તેઓને તાત્કાલિક રેશનકાર્ડ બનાવી લેવા જોઈએ. પીએમ કિસાન યોજનામાં નોંધણી માટે સરકારે રેશન કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. આવા લોકો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા જેઓ તેનો લાભ લેવા લાયક ન હતા. આ છેતરપિંડીથી બચવા માટે રજીસ્ટ્રેશન કરતી વખતે રેશન કાર્ડની કોપી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. PM કિસાન સન્માન નિધિના રૂ. ૨,૦૦૦ નો હપ્તો પોર્ટલ પર રેશન કાર્ડ નંબર દાખલ કર્યા પછી જ ઉપલબ્ધ થશે. પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે, નોંધણી દરમિયાન, ફરજિયાત રેશન કાર્ડની સાથે દસ્તાવેજોની સોફ્ટ કોપીઓ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. 👉KYC જરૂરી છે - પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે સરકારે ઇ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. ૧૨મા હપ્તાના પૈસા એવા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જેમણે તેમનું KYC કરાવ્યું છે. જો તમે અત્યાર સુધી KYC નથી કર્યું તો તમારા ખાતામાં ૧૩મા હપ્તાના પૈસા નહીં આવે. ઇ-કેવાયસી વિના તમારો ૧૩મો હપ્તો અટકી જશે. કેવાયસીની પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
8
6
અન્ય લેખો