AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યુવાનોને આકર્ષતો સ્માર્ટ ખેતી ધંધો- મશરુમ ઉત્પાદન !
નઈ ખેતી, નયા કિસાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
યુવાનોને આકર્ષતો સ્માર્ટ ખેતી ધંધો- મશરુમ ઉત્પાદન !
મશરૂમ ની જાતો: 🍄 બટન મશરુમ, 🍄 ઢીંગરી મશરુમ, 🍄 ડાંગરના પરાળની મશરુમ, 🍄 દુધિયા મશરુમ, 🍄 બ્લેક ઇયર મશરુમ, 🍄 શીટાકે મશરુમ 👉 ધ્યાન રાખો ખેડૂત મિત્રો કે જાત હંમેશા, વિસ્તાર અને તાપમાનના આધારે મશરુમની જાત પસંદ કરવી. 👉 દુધિયા મશરુમ 28 થી 38 સે.ગ્રે. તાપમાન સુધી ઉગાડી શકાય મશરુમનું ઘર: 🍄 હવા ઉજાસવાળા મકાનમાં એક મીટરના અંતરે 60 સે.મી. પહોળી વાંસની પાલખ તૈયાર કરવી. 🍄 ડાંગર/ ઘઉંનું પરાળ કે શેરડીના કચરા ઉપર ઉગાડી શકાય. 🍄 આ માધ્યમને હાનીકારક સૂક્ષ્મજીવોમુક્ત કરવા માટે ગરમ પાણી કે રાસાયણિક ઉપચાર પધ્ધતિ અનુસરવી. 🍄 પ્લાસ્ટિક બેગમાં ઉપરોક્ત પરાળના ટૂંકડાનો થર બનાવી (4 સે.મી.) ઉપર બિયારણ ભભરાવવું. આમ એક બેગમાં 5-6 થર બનાવી બેગને પાલખ ઉપર મૂંકો. કેસીંગ: 🍄 બેગને 20 દિવસ સુધી રહેવા દેવી અને પાણીનો છંટકાવ કરતા રહેવું. 15-20 દિવસે બેગના બે ભાગ કરી કેસીંગ મટેરીયલ્સ (રેતી 25% + માટી 75%) ઉપર પાથરી દઇ ભેજ જાળવી રાખવો. 🍄 8-10 દિવસે મશરુમની દાંડીઓ કેસીંગ માંથી બહાર આવશે. કાપણી: 🍄 પરિપક્વ થયેલ દુધિયું મશરુમ દાંડી સહિત તોડી લઇ વેચાણ કરી શકાય. 🍄 સામાન્યરીતે એક કિ.ગ્રા. પરાળમાંથી 500 ગ્રામ થી 1 કિ.ગ્રા. મશરુમ ઉત્પાદન મેળવી શકાય 🍄 મશરુમ ઉત્પાદનનો ખર્ચ અને મશરુમની આવક સ્થળ અને બજાર ભાવ ઉપર આધાર રાખે છે. 🍄 મશરુમની ખેતીમાં પણ રોગ-જીવાત આવતા હોય છે તો તેની પણ કાળજી રાખવી. 🍄 મશરુમમાંથી મશરુમ સુપ, મશરુમ મન્ચુરિયન, મશરુમ પુલાવ, મુરબ્બો/ અથાણૂં, પકોડા, બિસ્કીટ વગેરે વાનગીઓ બનતી હોય છે. 🍄 ઉપરોક્ત માહિતી એક પ્રાથમિક જાણકારી માટે છે. મશરુમની ખેતી કરતા પહેલા તેના માટેની ટ્રેનિંગ લેવી ખૂબ જ જરુરી છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
28
8