AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યુવકના જુગાડથી ખેડૂતો થયા ખુશખુહાલ !
જુગાડonlygujarat.in
યુવકના જુગાડથી ખેડૂતો થયા ખુશખુહાલ !
🧑‍🌾 રાજસ્થાનના 22 વર્ષીય ખેડૂતે કંઇક આવુ જ કરી બતાવ્યું છે . ઘણી મોટી કંપનીઓ ખેતી સંબંધિત આધુનિક મશીનો બનાવવા લાગી છે પરંતુ દરેક સામાન્ય ખેડૂત માટે આ મશીનો ખરીદવા સરળ હોતા નથી ⚓ આ જ વાતને ધ્યાને રાખી આ યુવા ખેડૂતોએ અમુક એવી વસ્તુઓ ડિઝાઇન કરી છે જેમની કિંમત સાવ નજીવી છે. આ યુવા ખેડૂતનું નામ નારાયણ લાલ ધાકડ છે. નારાયણે ખેતી માટે એવા મશીનો બનાવ્યા છે, જે ખેડૂતોને ધણી કામ આવી રહ્યા છે. ⚓ નારાયણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે જ્યારે 12 વર્ષનો હતો ત્યારથી ખેતરે જાય છે. 12 માં ધોરણના અભ્યાસ બાદથી તે ખેતી સંબંધિત મશીનો બનાવવા લાગ્યો. તેમને મારીને ભગાડવાની ઇચ્છા નહોતી થતી, તેથી આ વાતને ધ્યાનમાં રાખી નારાયણે 'ખેતરના ચોકીદાર' એવા મશીનની શોધ કરી.નારાયણની આ શોધ ઘણી ચર્ચામાં રહી છે. આ ઉપરાંત તેણે નીંદલના નૌકાલ માટે પણ ખાસ સાધન બનાવ્યું છે. પાને સાફ કરવા માટેની ચાળણી પણ તેના ઘરમાં રહેલા ઘીના ડબ્બાને કાપીને બનાવવામાં આવી હતી. ⚓ કપાસના પાકને ઉખાડવું મુશ્કેલ કાર્ય રહે છે. નારાયણે એવું સાધન બનાવ્યું કે, તે પાકને ખેંચીને સરળતાથી જમીનમાંથી ઉખાડી લે છે. નારાયણે પોતાના જુગાડ વડે વજનદાર સામાન લાવવા લઈ જવા માટે પણ નજીવી કિંમતે સાધન બનાવ્યું. ખેતરમાંથી જંતુ ભગાવવા નારાયણે લેમ્પ ટાઇપનું મશીન પણ બનાવ્યું છે. આ ઉપરાંત નારાયણે લણણી માટે પણ ખાસ સાધન બનાવ્યું છે. નારાયણ બાળપણથી પોતાની માતા સાથે ખેતરે જતો હતો. ત્યારથી જ તેને ખેતી પ્રત્યે રસ હતો અને સમય મળતા જ તે તેમાં આગળ વધી રહ્યો છે. સંદર્ભ : onlygujarat.in, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
37
8
અન્ય લેખો