AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોલો+થ્રીપ્સ ઉત્પાદન પર કરશે માઠી અસર !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મોલો+થ્રીપ્સ ઉત્પાદન પર કરશે માઠી અસર !
🌱હાલના બદલાતા વાતાવરણ ને લીધે જીરુંના પાકમાં મોલો અને થ્રિપ્સ જેવી ચુસીયા જીવાતનો પ્રશ્ન જોવા મળે છે. જે પાકમાં અત્યારે ખુબ ભારે નુકશાન કરે છે. તો આજે વાત કરીશું મોલો મશી અને થ્રિપ્સ ના નુકશાન અને નિયંત્રણ વિશે. 🌱મોલો અને થ્રિપ્સ જીવાતના પુખ્ત તેમજ બચ્ચા કુમળી ડાળી,ફૂલ તેમજ બીજ ના ભાગ માંથી રસ ચૂસી ને નુકશાન પહોચાડે છે. વાનસ્પતિક અવસ્થા માં ઉપદ્રવ રહે તો છોડ પીળો પડે છે, વૃદ્ધિ વિકાસ અટકે છે અને નબળો બની જાય છે. અને જો દાણા ની અવસ્થા એ જોવા મળે તો દાણા વજન માં હલકા નાના અને ચીમળાયેલા જણાય છે. મોલો ચીકણો મધ જેવું પ્રવાહી નું ઉત્સર્જન કરતા હોવાથી સમય જતા છોડ પર કાળી ફૂગ લાગે છે.તેથી ઉત્પાદન અને ગુણવતા એમ બને પર માઠી અસર થાય છે. જ્યારે થ્રિપ્સના કારણે થડ, ડાળીઓ તથા દાણા પર તપખીરિયા રંગ નાં ઘસરકા જોવા મળે છે. આ બને જીવાત ઉત્પાદન પર માઠી અસર કરે છે. જો તેના રાસાયણિક નિયંત્રણ વિશે વાત કરીએ તો મોલો નો ઉપદ્રવ વધુ હોય ત્યારે મેન્ટો (ઇમિડાકલોપ્રિડ 70 % WG) @ ૫ ગ્રામ/૧૫ લીટર અને થ્રીપ્સ માટે કિલ-એક્સ @ (થાયોમેથોક્ઝામ ૧૨.૬ % + લેમ્બ્ડાસાઈહેલોથ્રિન ૯.૫% ZC) ૮ મિલી / ૧૫ લીટર અને વિકાસ કરવા માટે પ્યોર કેલ્પ @ ૫૦ મિલી/૧૫ લીટર પાણીમાં ભેળવી ને છંટકાવ કરવાથી સારું રિઝલ્ટ મેળવી શકાય છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
29
5
અન્ય લેખો