AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મોલો-મસી નો ઉપદ્રવ કપાસમાં એકાએક કેમ વધી જાય છે?
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મોલો-મસી નો ઉપદ્રવ કપાસમાં એકાએક કેમ વધી જાય છે?
➡ મોલો-મશી નાના છોડના પાન પર રહીને રસ ચૂંસતા હોવાથી જો દરકાર રાખવામાં ન આવે તો છોડના વિકાસ પર વિપરીત અસર પડતી હોય છે. ➡ ચોમાસાની સીઝન દરમ્યાન વરસાદ પડતો ન હોય, વાદળછાયું વાતાવરણ રહે, તાપમાન સાથે ભેજનું પ્રમાણ 80%થી વધારે રહે તો આ ➡ જીવાતનો ઉપદ્રવ એકાએક વધી જતો હોય છે. ➡ આ દરમ્યાન આ જીવાતના પરભક્ષી એવા લેડીબર્ડ બીટલ્સની હાજરી નહિવત હોય તો છોડવા જીવાતથી ભરાઇ જતા હોય છે. ➡ આના લીધે પણ પાન કોકડાવા લાગે છે. ➡ આ જીવાતના ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત દવા જેવી કે એઝાડિરેક્ટીન 10000 પીપીએમ- 1% ઇસી 10 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો. ➡ તેમ છતા ઉપદ્રવ કાબૂમાં ન રહેતો હોય તો રાસાયણિક દવા જેવી કે થાયોમેથોક્ષામ 25 ડબલ્યુજી 8 ગ્રામ અથવા એસિફેટ 75 એસપી 12 ગ્રામ અથવા એસીફેટ 50% + ઇમીડાક્લોપ્રીડ 1.8 એસપી 30 ગ્રામ પ્રતિ 15 લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
0
અન્ય લેખો