AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 મીની વાવાઝોડા સાથે વરસાદની આગાહી!
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
મીની વાવાઝોડા સાથે વરસાદની આગાહી!
🌧️દેશભરમાં આ વખતે ચોમાસાના સારા સંયોગ બની રહ્યા છે. ત્યારે ગુજરાતના દરિયા કિનારે ચક્રવાતના સંયોગથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં કેટલાક જિલ્લામાં મિની વાવાઝોડા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં બે દિવસ વરસાદની આગાહી કરી છે. મિની વાવાઝોડા સાથે વરસાદની આગાહી 🌧️હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતના દરિયા કિનારે સપાટીથી 1.5 કિમી ઉપર ચક્રવાત પરિભ્રમણ યથાવત છે, જેને પગલે રાજ્યમાં દક્ષિણ ગુજરાત, દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 30-40 કિમીના પવન સાથેના મીની વાવાઝોડા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. તો જોઈએ કયા જિલ્લાઓમાં ક્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાં ક્યારે વરસાદ પડશે? 🌧️મંગળવારે વીજળીના કડાકા ભડાકા તથા પવન સાથે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આ બાજુ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, વાપી, દમણ સહિત લગબગ બધા જ જિલ્લામાં તથા મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલમાં વરસાદની સંભાવના છે. 🌧️બુધવારની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા તો મધ્ય ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, મહિસાગર, દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચ, સુરત, તાપી, દમણ સહિત સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
41
0
અન્ય લેખો