AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 માલામાલ કરી દેશે ગાયની આ 5 જાત
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
માલામાલ કરી દેશે ગાયની આ 5 જાત
🐂કેટલાક ખેડૂતો ખેતીકામ સાથે પશુપાલન પણ કરતા હોય છે. જોકે વધારે દૂધ ઉત્પાદન મળે એવું દરેક પશુપાલકો ઈચ્છતા હોય છે. તેથી અમે ગાયની એવી 5 જાત ઔલાદ વિશે માહિતી લાવ્યા છીએ, જે પશુપાલકોને ઓછા ખર્ચે વધુ લાભ આપે છે. 🐂સાહિવાલ ગાય તેની દૂધની ગુણવત્તા માટે જાણીતી છે. આ ગાય મોટા પ્રમાણમાં દૂધ ઉત્પન્ન કરે છે. જેના કારણે તે પશુપાલકોને મોટો ફાયદો કરાવે છે. ઉત્તર ભારતના પશુપાલકોના તબેલામાં આ ગાય વધારે જોવા મળે છે. સાહિવાલ ગાય સરેરાશ 10 થી 20 લિટર દૂધ આપે છે. પશુચિકિત્સકોનું જણાવે છે કે, જો આ ગાયની સારી રીતે સંભાળ લેવામાં આવે, તો તે સરેરાશ 30 થી 40 લીટર દૂધ આપી શકે છે. 🐂ગીર ગાયને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ ગાય 400થી 500 કિલો વજન ધરાવે છે. તે દરરોજ 12 થી 20 લીટર દૂધનું ઉત્પાદન આપે છે. તેના દૂધની ગુણવત્તા પણ ઘણી અલગ છે. બજારમાં આ ગાયની કિંમત 50 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની છે. 🐂લાલ કંધારી ગાય નાના પશુપાલકો માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે તેના લાલનપાલનમાં વધારે ખર્ચો થતો નથી. તેને વધુ ઘાસચારાની પણ જરૂર પડતી નથી. આ ગાય દરરોજ 4 થી 5 લીટર દૂધ આપે છે. 🐂પશુપાલકો થરપારકર ગાયને બહું ખાસ માને છે. આ ગાયને ભારતની શ્રેષ્ઠ દૂધાળી ગાયો પૈકીની એક ગણવામાં આવે છે. થરપાકર ગાય દરરોજ લગભગ 12 થી 16 લિટર દૂધ આપે છે. થરપાકર ગાયનું વજન સરેરાશ 250 થી 300 કિગ્રા છે. તેની કિંમત લગભગ 50 થી 60 હજાર રૂપિયા છે. 🐂ગાયની ઔલાદોમાં રાઠી ગાયને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે, તે કોઈપણ ઋતુ અને કોઈપણ વિસ્તારમાં રહી શકે છે. આ ગાય કોઈપણ વાતાવરણમાં પોતાનું સંતુલન ટકાવી રાખે છે. તે પશુપાલકો માટે ખૂબ જ ફાયદાકારક છે, તે દરરોજ 7 થી 12 લિટર દૂધ આપે છે. જો તેની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તો તે 18 થી 20 લિટર દૂધ આપી શકે છે. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
19
0
અન્ય લેખો