AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મશરૂમની ખેતીમાં છે ઓછા રોકાણે સારો નફો, જાણો આ મહિલા ની કહાની !
સફળતાની વાર્તાTV 9 ગુજરાતી
મશરૂમની ખેતીમાં છે ઓછા રોકાણે સારો નફો, જાણો આ મહિલા ની કહાની !
🍄 પૌષ્ટિક અને ઔષધીય ગુણોથી ભરપૂર મશરૂમનું દર વર્ષ વિશ્વમાં 400 લાખ ટન ઉત્પાદન થાય છે. જેમાં 8 થી 10 ટકા દર વર્ષના દરે વૃદ્ધી થઈ રહી છે.ભારતમાં દર વર્ષ 1.44 લાખ મેટ્રિક ટન મશરૂમનું ઉત્પાદન થઈ રહ્યું છે. 🍄 જમ્મુ કાશ્મીર પુલવામાની રહેવાસી નીલોફર જાને મશરૂમની નફાકારક ખેતીથી ફાયદો મેળવ્યો છે. તેમના માટે એક સમય એવો હતો જ્યારે નીલોફર જાન તેની 16,000 રૂપિયા સેમેસ્ટરની ફી પણ ચૂકવી શકતી ન હતી. પરંતુ આજે, તે મહિને લગભગ 70,000 રૂપિયા કમાય છે અને તેના સમગ્ર પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરવા સક્ષમ છે. 🍄 22 વર્ષની વયે એક સ્થાનિક કૃષિ કેન્દ્ર દ્વારા હાથ ધરવામાં આવેલા બટન મશરૂમની ખેતી પરના એક સપ્તાહના અભ્યાસક્રમમાં તેઓએ હાજરી આપી હતી. ત્યાર બાદ તેઓએ ઘરે જ મશરુમની ખેતી શરૂ કરી. મશરૂમ અને તેની ખેતીના ફાયદા : 🍄 મશરૂમની ખેતી કરવાથી ઓછા સમયમાં સારુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન થાય છે. મશરૂમ શાકાહારી લોકો માટે પૌષ્ટિક અને પ્રોટીનયુક્ત ખોરાક છે. તેમજ તેની ખેતીમાં ખૂબ ઓછા પાણીની જરૂર પડે છે. એક કિલો પ્રોટીન બનાવવા માટે માત્ર 25 લિટર પાણીની જરૂર પડે છે જ્યારે અન્ય અનાજ માટે 138 લિટર પાણીની જરૂર પડે છે. 🍄 જમીન વિહોણા અને નાના ખેડૂતો પણ સરળતાથી મશરૂમની ખેતી કરી શકે છે. તેની ખેતીમાં રોજગારીની વધુ તકો છે. મશરૂમનું ઉત્પાદન રૂમમાં કરવામાં આવે છે. આ અર્થમાં તે સલામત છે કારણ કે તેને કુદરતી આફતો જેવી કે કરા, હિમ, તોફાન, અને રખડતા પ્રાણીઓ વગેરેનો ભય રહેતો નથી. દુનિયામાં કુલ મશરૂમના લગભગ 85 ટકા ઉત્પાદન ચીનમાં થાય છે. ભારતમાં દર વર્ષ 1.44 લાખ મેટ્રિક ટન મશરૂમનું ઉત્પાદન થઈ રહ્યું છે. અને સતત તેમા વધારો થઈ રહ્યો છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV 9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
27
8