AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મળશે પાક નુકશાન સહાય
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
મળશે પાક નુકશાન સહાય
👉અતિવૃષ્ટિ, વાવાઝોડા, પૂર જેવા સમયે ખેડૂતોને થયેલા નુકસાન સામે વળતર પણ રાજ્ય સરકાર દ્વારા સમયસર પૂરુ પાડવામાં આવે છે. ગુજરાત વિધાનસભાના ચોમસું સત્ર દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલે આપેલી માહિતી અનુસાર, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતોને જુદી કુદરતી આફતો સામે ખેતીના પાકોને થયેલા નુકસાન સામે ૫૯.૮૧ લાખ ખેડૂતોને ૬૬૨૪.૨૬ કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. 👉દિવાળી અગાઉ ખેડૂતોને સહાયની જાહેરાત થશેઃ કૃષિમંત્રી તેમણે જણાવ્યું કે, ગઈ અતિવૃષ્ટિમાં ખેડૂતોના પાકને અને જમીનને જે નુકશાન થયું તેનો સર્વે પૂરો થઈ ગયો છે. તેનો અહેવાલ પણ તૈયાર થઈ ગયો છે. જે મુખ્યમંત્રીની વિચારણા હેઠળ છે. હું માનું છું ત્યાં સુધી દિવાળી પહેલા અસરગ્રસ્ત ખેડૂતોને સહાયની જાહેરાત થઈ જશે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
12
3
અન્ય લેખો