AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચીમાં ફળનો સડો અને નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મરચીમાં ફળનો સડો અને નિયંત્રણ
👉મરચાંના પાકમાં ઘણી વખત ફળો પર કાળા ડાઘ જોવા મળે છે, અને ફળ નીચી સપાટીથી સડવા લાગે છે. રોગગ્રસ્ત ફળ જમીન પર પડી જાય છે, અને સમય જતા સડેલા ભાગમાં તિરાડો જોવા મળે છે. આ સમસ્યા ખાસ કરીને ફળ પાકવાના સમયગાળામાં અને વધુ ભેજવાળા વાતાવરણમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. 👉આ રોગના નિયંત્રણ માટે, સૌ પ્રથમ તમામ નુકસાનગ્રસ્ત મરચાં તાત્કાલિક વીણી લેવા જોઈએ જેથી રોગ વધુ ન ફેલાય. ત્યારબાદ, અસરકારક નિયંત્રણ માટે એગ્રોસ્ટાર રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% એસસી) 20 મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો. 👉સાથે જ, છોડના સારા વિકાસ અને ફૂલ-ફળની ગુણવત્તા સુધારવા માટે ફાસ્ટર 30 મિલી પ્રતિ પંપ પ્રમાણે દવાના મિશ્રણ સાથે છંટકાવ કરવો. આ છંટકાવ દ્વારા ફળની ગુણવત્તા સુધરે છે અને છોડની રોગપ્રતિકારક શક્તિ વધે છે. 👉પાકમાં ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે છંટકાવની નિયમિતતા જાળવી રાખવી જરૂરી છે. સજાગ રહીને યોગ્ય ઉપાય અપનાવવાથી મરચાંના ફળ સડવાની સમસ્યાને રોકી શકાય છે અને વધુ અને સારી ગુણવત્તાવાળી ઉપજ મેળવી શકાય છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
2
0
અન્ય લેખો