AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચીમાં થ્રીપ્સ નો થશે નાશ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મરચીમાં થ્રીપ્સ નો થશે નાશ
🌶️મરચીનું વાવેતર કરતા ખેડૂતો માટે એક મોટો પ્રશ્ન એટલે થ્રીપ્સ. અને જો એક વાર તે પાકમાં આવી જાય પછી તેનું નિયંત્રણ કરવું ખુબ જ અધૂરું બની જાય છે.તો જાણીએ કઈ રીતે કરવું તેનું અસરકારક નિયંત્રણ. 🌶️થ્રિપ્સને લીધે પાન ધીરે ધીરે હોડી આકારમાં થઇ જાય છે અને પાન કોકડાતા હોય છે. મોટેભાગે ખેડૂતો આના ઉપાય કરવામાં મોડા પડતા હોવાથી પાછળથી આ જીવાતને નિયંત્રણ કરવું થોડું અઘરુ બનતું હોય છે. આ જીવાતના બચ્ચાં અને પુખ્ત કીટક પાન કે નાના ફળની સપાટી પર ઘસરકા કરી તેમાંથી નીકળતો રસ ચૂસી નુકસાન કરે છે. 🌶️જો તેના નિયંત્રણ વિશે વાત કરીએ તો પ્રથમ છંટકાવમાં એગ્રોનીલ-એક્સ (ફીપ્રોનીલ ૫%SC) ૨૫ મિલિ અને જરૂર જણાય તો બીજા છંટકાવમાં કિલ એક્ષ (થાયોમેથોક્ઝામ ૧૨.૬ % + લેમ્બ્ડાસાઈહેલોથ્રિન ૯.૫% ZC) @ ૮ મિલી પ્રતિ અને સાથે સારા ફુલ-ફાલ માટે ફ્લોરેન્સ ૨૫ મિલી/ ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સારું પરિણામ મેળવી શકાઈ છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
21
5
અન્ય લેખો