AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચીમાં કરો ફળ કોરીખાનર ઈયળનું અસરકારક નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મરચીમાં કરો ફળ કોરીખાનર ઈયળનું અસરકારક નિયંત્રણ
🌶️ઈયળ લીલા ભૂખરા રંગની,બંને બાજુએ કાળાશ પડતી રેખાવાળી અને શરીર પર છુટાછવાયા ટૂંકા સફેદ વાળ ધરાવે છે. ફૂદા ઝાંખા પીળાશ પડતાં,તપખીરિયા રંગના હોય છે તેની આગળની પાંખો ઝાંખા બદામી રંગની અને તેના પાછળના ભાગે એક કાળું ટપકું આવેલું હોય છે. 🌶️ઇંડામાંથી નીકળેલ ઈયળ શરૂઆતમાં કુમળા પાન ખાય છે. જયારે મરચાં બેસે ત્યારે તેમાં કાણું પાડી શરીરનો અડધો ભાગ ફળની અંદર અને અડધો ભાગ ફળની બહાર રાખી અંદરનો ગર્ભ કોરી ખાય છે. એક જ ઈયળ એક કરતા વધારે નુકસાન કરતી હોવાથી ઓછી વસ્તી હોય તો પણ નુકસાનની માત્રા ઘણી વધારે જોવા મળે છે. 🌶️રાસાયણિક નિયંત્રણ વિશે વાત કરીયે તો અમેઝ એક્ષ (ઈમામેક્ટીન બેન્ઝોએટ ૫% SG) @ ૧૦ ગ્રામ અથવા રૈપીજેન (ક્લોરેન્ટ્રાનીલિપ્રોલ ૧૮.૫% SC) @ ૬ મિલી સાથે મરચાની ગુણવત્તા સારી બનાવવા માટે ગ્રેડ-૪ @ ૧૫ ગ્રામ/ ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
5
1