AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મરચીની ધરું ઉછેર કરવાની રીત અને ધરૂવાડિયા માં કોહવારાનું નિયંત્રણ !
ખેડૂત મિત્ર, મરચીની આધુનિક ખેતી અંતર્ગત ધરું ઉછેર કરવાની પદ્ધતિ ! મરચી નું ધરૂવાડિયું કેવી જગ્યાએ કરવું. ધરૂવાડિયું કરતી વખતે કેવી કાળજી રાખવી અને કયું ખાતર નાખવું. આવી મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉપર👆 આપેલ વિડિઓ ને અંત સુધી જુઓ. મરચી ના ધરૂવાડિયા માં કોહવારો અને નિયંત્રણ : 🌱 આ રોગ જમીનજન્ય ફુગના કારણે થાય છે. જે,બીજ ઉગ્યા પહેલા અને અને પછી એમ બે પ્રકારે થાય છે. આ રોગ માં બીજ સડી/કોહવાઈ જાય છે જેથી તેનું સ્ફુરણ થતું નથી. બીજ ઉગ્યા પછી,છોડ પીળાશ પડે છે, થડ નો જમીન પાસે નો ભાગ બદામી,પાણીપોચાં ડાઘ જોવા મળે છે. રોગ નું પ્રમાણ વધારે જણાય તો છોડ કોહવાઈ ને ચીમળાઈ જાય છે. આ રોગ ના નિયંત્રણ માટે જરૂરી પગલાં : ✔ ધરૂવાડિયામાં પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. ✔ કોપર ઓક્સીકલોરાઇટ 40 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
29
5
અન્ય લેખો