AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચીના પાકમાં થ્રીપ્સની નુકશાની અને તેનું નિયત્રણ.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મરચીના પાકમાં થ્રીપ્સની નુકશાની અને તેનું નિયત્રણ.
👉આ જીવાત મુખ્યત્વે પીળાશ પડતી અથવા ભૂખરા રંગની હોય છે, અને તેની બંને પાંખોની ધાર પર નાના વાળ હોય છે. તેના બચ્ચાં પાંખ વગરના અને આછા પીળા રંગના દેખાય છે. આ બન્ને બચ્ચાં અને પુખ્ત જીવાત પાનની નીચેની બાજુએ રહે છે અને મુખાંગો વડે પાન પર ઘસરકા પાડી તેનો રસ ચૂસીને નુકસાન કરે છે. આ પ્રક્રિયાના પરિણામે, પાન કોકડાઈ જાય છે અને તેના પર હોડી આકારના લક્ષણો જોવા મળે છે. 👉જીવાતના અસરકારક નિયંત્રણ માટે, ફિફ્રોનીલ 80% ડબલ્યુજી ઘટક ધરાવતી એગ્રોનીલ 80% દવા નો 2.5 ગ્રામ પ્રતિ પંપ મિશ્રણ તૈયાર કરી છંટકાવ કરવો. આ સાથે, છોડના સારા વૃદ્ધિ વિકાસ માટે એગ્રોસ્ટાર સ્ટેલર 25 મિલી પ્રતિ પંપ ઉમેરવું જરૂરી છે. આ મિશ્રણ છોડ પર છાંટવાથી જીવાતનો નિયંત્રણ વધુ અસરકારક થાય છે અને પાનના કોકડાઈ જવાના લક્ષણોમાં ઘટાડો થાય છે. 👉સાચી દવાની પસંદગી અને યોગ્ય પદ્ધતિથી છંટકાવ કરવાથી છોડને જીવાતના નુકસાનથી બચાવી શકાય છે અને પાકની ગુણવત્તા વધારી શકાય છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
13
0