ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મરચીના કથીરીનું નુકસાન અને નિયત્રણ
👉કથીરી એક મહત્વપૂર્ણ જીવાત છે, જે તેના સોય જેવા મૂંખાંગોથી પાન અને ફળમાંથી રસ ચૂંસે છે. શરુઆતમાં પાન પર આછાં પીળાશ પડતાં સફેદ ધાબાં જોવા મળે છે, જે ધીમે ધીમે બદામી લાલ રંગના થઈ જાય છે અને પાન કોકડાઈ જાય છે.
👉વધુ ઉપદ્રવમાં પાન પીતળિયા રંગના બની જાય છે અને છોડની વૃદ્ધિ અટકી જાય છે. આ જીવાતના પ્રભાવથી ફળો અનિયમિત આકારના થવા લાગે છે, જે પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંનેને અસર કરે છે. ખાસ કરીને, પાણીની ખેંચવાળાં પરિસ્થિતિમાં કથીરી વધુ ઝડપથી ફેલાય છે.
👉નિયંત્રણ માટે ઉપાયો:
- રાસાયણિક નિયંત્રણ:
- એગ્રોસ્ટાર ઇન્સ્પાયર (ક્લોરફેનાપાયર 10% SC) – 30 મિલી/પંપ
- એગ્રોસ્ટાર સિકંદર (સ્પાઇરોમેસિફેન 22.9% SC) – 15 મિલી/પંપ
ઉપરોક્ત દવાઓમાંથી કોઈ એક દવાનો છંટકાવ કરવાથી કથીરીના ઉપદ્રવને અસરકારક રીતે નિયંત્રિત કરી શકાય છે. પાનની નીચલી સપાટી પર ખાસ ધ્યાન આપીને છંટકાવ કરવો. સમયસર નિયંત્રણથી પાકને રોગમુક્ત રાખી શકાય છે અને ઉત્પાદનની ગુણવત્તા સુધારી શકાય છે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!