AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીમાં થ્રીપ્સની નુકશાની અને તેનો સચોટ ઉપાય.
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
મગફળીમાં થ્રીપ્સની નુકશાની અને તેનો સચોટ ઉપાય.
આ જીવાતના બચ્ચા અને પુખ્ત કીટક કુમળા પાન પર ધસરકા પાડી તેમાથી નીકળતો રસ ચૂસે છે, જેનાથી પાકની વૃદ્ધિ અટકી જાય છે અને ઉત્પાદન પર માઠી અસર થાય છે. જીવાતના ઉપદ્રવથી પાન પીળા પડી જાય છે અને છોડ નબળા પડી જાય છે, જેનાથી ઉપજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. 👉નુકસાન અને અસર: - પાકની વૃદ્ધિમાં અવરોધ - પાન અને ફળની ગુણવત્તા બગડે - ઉત્પાદન પર નકારાત્મક અસર 👉નિયંત્રણ માટે અસરકારક ઉપાયો: - કોન્સ્ટા (ફિપ્રોનિલ 40% + ઇમિડાકલોપ્રિડ 40%) 6 ગ્રામ પ્રતિ પંપ - ઝેનિથ (ટોલ્ફેનપાયરાડ 15% ઇસી) 40 મિલી પ્રતિ પંપ - પાકના સારા વિકાસ માટે ફાસ્ટર 30 મિલી પ્રતિ પંપ, બંને દવાઓ મિશ્રણ કરીને છંટકાવ કરવો. આ નિયંત્રણ દ્વારા પાકને જીવાતથી બચાવીને, વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
6
0
અન્ય લેખો