AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીમાં ઉધઈ અને મુંડાનો દર વર્ષે રહે છે પ્રશ્ન, અપનાવો આ માવજત !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળીમાં ઉધઈ અને મુંડાનો દર વર્ષે રહે છે પ્રશ્ન, અપનાવો આ માવજત !
🥜 આ બંન્ને જીવાત જમીનમાં રહીને નુકસાન કરતી હોવાથી તેના અટકાવ માટે વાવણી વખતે જ માવજત કરવી પડે. 🥜 જૂનાગઢ કૃષિ યુનિ.ની તાજેતરની એક ભલામણ અનુસાર વાવતા પહેલા ક્લોરપાયરીફોસ 20 ઇસી દવા 25 મિલિ અથવા ઇમિડાક્લોપ્રીડ 600 એફએસ 3 ગ્રામ અથવા થાયામેથોક્ષામ 70 ડબલ્યુએસ 1 ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ પ્રમાણે બીજની માવજત આપીને વાવેતર કરવું. 🥜 આ દવાઓની જગ્યાએ ઇમિડાક્લોપ્રિડ 18.5% + હેક્ષાકોનાઝોલ 1.5% એફએસ દવા 2 મિલિ પ્રતિ 1 કિ.ગ્રા. બીજ પ્રમાણે પણ માવજત કરી શકાય. 🥜 તદુપરાંત, 5 કિ.ગ્રા. મેટારીઝીયમ એનીસોપ્લી અથવા બ્યુવેરીયા બેઝીઆના (ફૂગ આધારિત દવા) 300 કિ.ગ્રા. દિવેલીના ખોળ સાથે ભેળવી એક હેક્ટર જમીનમાં આપવી. 🥜 જે ખેડૂતો બીની માવજત ન કરવાના હોય તો જમીનમાં કાર્બોફ્યુરાન 3 જી દાણાદાર દવા 25-30 કિ.ગ્રા./ હેક્ટર દીઠ આપીને વાવણી કરવી.આપીને વાવણી કરવી. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
7
5
અન્ય લેખો