AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીમાં આવતા ઉગસૂક રોગ ક્યારે જોવા મળે છે અને તેના નિયંત્રણ કેમ કરવું?
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મગફળીમાં આવતા ઉગસૂક રોગ ક્યારે જોવા મળે છે અને તેના નિયંત્રણ કેમ કરવું?
🥜મગફળીમાં આ રોગ બીજ જન્ય તેમજ જમીન જન્ય રોગ છે. ૩૧ થી ૩૫° સે ઉષ્ણતામાન આ રોગને વધારે માફક આવે છે. પરંતુ ૧૩ થી ૧૬% જમીનના ભેજમાં તે ટકી રહે છે. કાળી ફુગના (એસ્પરલસ નાઈન૨) જીવાણુઓનું પ્રમાણ વધારે હોય તેમજ તેના અવશેષો બીજની સાથે અથવા જમીનમાં પ્રમાણ વધારે હોય છે. તેમજ ભેજનું પ્રમાણ પણ વધારે હોય અને માફક ઉષ્ણતામાન હોય તો બીજ ઉગી સકતા નથી એટલે કે સ્ફુરણ થયા પહેલા સડી જાય છે. મગફળીમાં ઉગસૂક રોગ ના નિયંત્રણ માટે :- ➡ બીજને ૩ થી ૪ ગ્રામ પ્રતિ ૧ કિલો દાણાના પ્રમાણમાં ફુગનાશક દવા જેવી કાર્બોક્સિન 37.5% + થાયરમ 37.5% ws ઘટક ધરાવતી વીટાવેક્સ નો પટ આપી ને વાવેતર કરવું. ➡ ટ્રાઇકોડર્મા હારજયાનમ અથવા ટ્રાયકોડર્મા વિરિડી 5 કિલો સાથે લીમડા અથવા એરંડાના ૫૦૦ કિલોગ્રામ ખોળ / ૧ હેકટરે ભેળવી ચાસમાં વાવતી વખતે આપવુ. ➡ સારી ગુણવત્તાવાળા ગુલાબી કલરના, નુકશાન વિનાના અને રોગ મુકત બીજનો વાવેતર કરવું. ➡ રોગ યુક્ત છોડવાઓ ઉપાડી લઈ તે જગ્યાની જમીન દાબી દેવી અને છોડવાનો બાળીને નાશ કરવો. ➡ મગફળીના વાવેતર ના 25 થી 30 દિવસ પછી ફુગજન્ય રોગ ના નિયંત્રણ માટે માટે એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% ઘટક ધરાવતું રોઝતમ @ 25 મીલી પ્રતિ 15 લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
3
અન્ય લેખો