AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીની કરો યોગ્ય જાત પસંદ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મગફળીની કરો યોગ્ય જાત પસંદ
મગફળીની જાતની પસંદગી 🥜મગફળીનો પાક ગુજરાત ના ખેડૂતો માટે ખુબ અગત્યનો છે.સામાન્ય રીતે રેતાળ, ગોરાડું તેમજ મધ્યમ કાળી જમીનમાં મગફળીનો પાક થાય છે. મગફળીનું વધુ ઉત્પાદન માટે વિસ્તાર મુજબ પાણીની લભ્યતા અને જમીનના પ્રત પ્રમાણે જાત પસંદગી કરવી. ચોમાસા માટે ભારે વરસાદવાળા વિસ્તારમા વેલડી, મધ્યમ વરસાદવાળા વિસ્તારમા અર્ધવેલડી અને ઓછા વરસાદવાળા વિસ્તાર માટે ઉભડી જાતો પસંદ કરવી. આ જ રીતે ભારે કાળી જમીનમાં વેલડી, મધ્યમ કાળી જમીનમા અર્ધ વેલડી અને ગોરાડુંથી રેતાળ જમીનમાં ઉભડી મગફળી વાવેતર માટે પસંદ કરવી. જેમાં ઉભડી જાત :- જે: ૧૧, જીજી: ૨, જીજી: ૫, જીજી: ૭,ટીજી-૨૬,એગ્રોસ્ટાર ટીજી -૩૭એ; અર્ધવેલડી જાત :- જીજી ૨૦, જીજેજી૨૨, એગ્રોસ્ટાર જી ૨૦ ; વેલડી જાત :- જીઍયૂજી: ૧૦, જીજી: ૧૧, જીજી: ૧૨, જીજી: ૧૭, એગ્રોસ્ટાર જી 10. 👉સંદર્ભ :- Agrostar આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો
15
4
અન્ય લેખો