AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીના પાન ખાનાર ઈયળનો પ્રશ્ન અને નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મગફળીના પાન ખાનાર ઈયળનો પ્રશ્ન અને નિયંત્રણ
👉મગફળીના પાકમાં એક ખાસ જીવાત ઉપદ્રવ કરે છે, જેની પુખ્ત અવસ્થા આછા ભૂખરા રંગની હોય છે. તેની ઈયળો શરૂઆતમાં ઝાંખા લીલાશ ૫ડતા ભૂખરા રંગની જોવા મળે છે, પરંતુ મોટી થતાં કાળા ભૂખરા રંગની બની જાય છે. ઈયળોના માથાના આગળ અને પાછળના ભાગમાં ત્રિકોણાકાર કાળા ટપકાં હોય છે, જેના કારણે તેને સરળતાથી ઓળખી શકાય છે. 👉આ જીવાતની ઈયળો પાનના લીલા ભાગને અને કૂમળા પાનને ખાય છે. મોટી ઈયળો પાનના નસો સિવાયના ભાગોને ખાઈ છોડને સંપૂર્ણપણે ઝાંખરો બનાવી નાખે છે. વધુ ઉપદ્રવ હોય ત્યારે છોડ પર ફક્ત નસો જ રહે. મગફળીના સૂયા અને ડોડવા દેખાવા લાગ્યા પછી આ જીવાત વધુ નુકસાન કરતી હોય છે. ઈયળો સૂયા અને દાણાને ખાઈ પાકને ગંભીર નુકસાન પહોંચાડે છે. 👉નિયંત્રણ માટે એગ્રોસ્ટાર કિલ-એક્ષ (6 મી.લી. પ્રતિ પંપ) અથવા એગ્રોસ્ટાર રેપીજન (5 મી.લી. પ્રતિ પંપ) સાથે સ્ટીકર (5 મી.લી. પ્રતિ પંપ) મિશ્રણ કરીને છંટકાવ કરવો. આ જંતુનાશક દવાઓ સમયસર છાંટવાથી જીવાત નિયંત્રણમાં રાખી શકાય છે અને પાકને સુરક્ષિત રાખી શકાય છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
2
0
અન્ય લેખો