AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 મગફળીના પાકમાં વાવણી સમય અને જાતની પસંદગી
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મગફળીના પાકમાં વાવણી સમય અને જાતની પસંદગી
🥜ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે ઉભડી, અર્ધ વેલડી અને વેલડી એમ ત્રણ પ્રકારની મગફળીનું વાવેતર થાય છે. 🥜વધુ ઉત્પાદન મેળવવા માટે ચોમાસામાં વરસાદ થાય તે પહેલાં મે મહિના છેલ્લા અઠવાડિયા થી જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી પિયત આપીને મગફળીનું આગોતરૂ વાવેતર કરવું હોય તો જેવી એગ્રોસ્ટાર જી -10 જેવી મોડી પાકતી વેલડી મગફળીનું વાવેતર કરવું. 🥜15 થી 30 જૂન સુધીમાં વરસાદ થાય તો સમયસરના વાવેતર માટે ઉભડી અથવા અર્ધ વેલડી એમ કોઇપણ પ્રકારની મગફળીની જાતનું વાવેતર કરી શકાય છે. માટે અર્ધ વેલડી એગ્રોસ્ટાર જી -20 ને પ્રાધાન્ય આપવું. તેમજ ઉભડી જાતોમાં એગ્રોસ્ટાર TG 37 A અને એગ્રોસ્ટાર TAG – 24 જાતોનું વાવેતર કરવું. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
15
1
અન્ય લેખો