AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળીના પાકમાં યોગ્ય ખાતર વ્યવસ્થાપન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મગફળીના પાકમાં યોગ્ય ખાતર વ્યવસ્થાપન
✨મગફળીએ તેલીબિયાં પાકનો રાજા ગણાય છે. પાકમાં શરૂઆતથીજ જો યોગ્ય ખાતર વ્યવસ્થાપન કરવામાં આવે તો પાકનો શરુઆતનો વૃદ્ધિ વિકાસ સારો થાય તથા પોષકતત્વો ની ઉણપ દુર કરે છે. ✨સૌ પ્રથમ મગફળીના પાકમાં ખાતર આપવા માટે ખેડૂતે પોતાના ખેતરની જમીનનો નમૂનો જમીન ચકાસણી પ્રયોગશાળામાં ચકાસણી કરાવીને ભલામણ મુજબ ખાતરો આપવા વધુ હિતાવત છે. ✨ચોમાસું મગફળી માટે એકર દીઠ 4 થી 5 ટન છાણીયું ખાતર આપવું અથવા સંચાર ખાતર ૧૦ કિલો આપવું તથા એકર દીઠ 63 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ + 25 કિલો એમોનિયમ સલ્ફેટ + 8 કિલો ભૂમિકા ખાતર આપવું. તથા મગફળી કઠોર વર્ગનો પાક હોવાથી હવામાંનો નાઈટ્રોજન તેની મૂળ ગંડીકામાં લઇલે છે. જેથી મગફળીના પાક ને પૂર્તિ ખાતર આપવાની જરૂર રહેતી નથી . ✨ક્ષારીય જમીનમાં સેલીનીટી /સોડીસીટીના પ્રશ્ન હોય ત્યારે જીપ્સમ અથવા સલ્ફર મેક્ષનો ઉપયોગ કરવો . ✨મગફળીના પાકમાં પીળી પાડવાનો પ્રશ્ન વધારે આવે છે જો મગફળી પીળી પડે તો  Fe 17% HEDP 20 ગ્રામ પ્રમાણે છંટકાવ કરવો જરૂર પડે તો 8 થી 10 દિવસે ફરી છંટકાવ કરવો. ✨કેલ્શિયમની અછત વાળી જમીનમાં ફૂલ અવસ્થાએ કેલ્સિયમ નાઈટ્રેટ 10 કિલો + બોરોન 1 કિલો જમીનમાં એકર દીઠ આપવું ✨ડીએપી અને યુરિયા ખાતરને બદલે સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાથી ગંધકની અછત વાળી જમીનમાં અલગ થી ગંધક આપવાની જરૂર પડતી નથી. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
3
0
અન્ય લેખો