AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મગફળી માં પિયત અને નીંદણ વ્યવસ્થાપન !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મગફળી માં પિયત અને નીંદણ વ્યવસ્થાપન !
👉 પિયત વ્યવસ્થાપન ભારે કાળી જમીનમાં ઉનાળુ મગફળીનું વધુ ઉત્પાદન મેળવવા 7 પિયત આપવાની ભલામણ છે. 👉 વાવણી બાદ તરત જ 👉 એક અઠવાડિયા બાદ 👉 ચાર અઠવાડિયા બાદ 👉 બાકીના 4 પિયત 13 થી 15 દિવસના અંતરે આપવા. નીદણ વ્યવસ્થાપન : 👉મગફળીના પાકને 45 દિવસ સુધી નિંદામણ મુકત રાખવા બે આંતરખેડ તથા હાથથી નિંદામણ કરવું જરૂરી છે. 👉 જયાં મજુરોની અછત હોય ત્યાં નિંદામણ નિયંત્રણ માટે પેન્ડીમેન્થાલીન 30% @100 મીલી પ્રતિ 15 લીટર પાણીમાં ઓગાળી વાવણી બાદ તરત જ બિયારણના સ્ફુરણ પહેલાં પાછા પગે ચાલીને જમીન પર છંટકાવ કરવો. 👉 એક એકરમાં 10 પંપ અવશ્ય કરવા. 👉આ ઉપરાંત 30 થી 35 દિવસે એક આંતરખેડ અને એક હાથ નિંદામણ કરવાની ભલામણ છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
32
10
અન્ય લેખો