ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
મકાઈના પાકમા પુંછડે ચાર ટપકાંવાળી લશ્કરી ઈયળ અને નિયંત્રણ
આ જીવાતના ( ઈંડા, ઈયળ, કોશેટો અને ફૂદું (એમ જુદી જુદી ચાર અવસ્થામાંથી પસાર થાય છે. માદા ફૂદું પાનની નીચેની બાજુએ સમૂહમાં ઈંડા મૂકે છે.આ ઈંડાનો સમૂહ પાન ખાનારી લશ્કરીના જેવો જ હોય છે પણ ઈંડાના સમૂહ ઉપર રાખોડી રંગની રૂંવાટી હોય છે. એક સમૂહની અંદર ૧૦૦ થી ૨૦૦ ઈંડા હોય છે. જેનું ૨ થી ૩ દિવસમાં સેવન થતાં પ્રથમ અવસ્થાની કાળા માથાવાળી નાની ઈયળ નિકળે છે.તાજી જન્મેલી ઈયળો મકાઈના કુમળા પાન ઉપર ઘસરકા કરી તેમાંથી હરિતકણો ખાય છે.જેથી પાન પર સફેદ રંગના ધાબાં જોવા મળે છે. પ્રથમ અવસ્થાની ઈયળ મો માંથી રેશમના તાંતણા જેવો ચીકણો પ્રદાર્થ પેદા કરી હવામાં લટકે છે અને પવનની તેજ ગતિ તેમજ દિશા મુજબ આજુ બાજુના છોડ કે અન્ય પાક પર સ્થળાતર કરી પાકમાં નુકશાન કરે છે. આ ઈયળો છોડ ની ટોચની ભૂંગળીમાં વિકસતા પાન કોરી ખાતી હોવાથી પાન પર સમાંતર કાણા જોવા મળે છે. વધુ ઉપદ્રવ હોય તો પાન પર ધણા અનિયમિત આકારના સમાંતર કાણા અને ઈયળની હગાર જોવા મળે છે. ભૂંગળીમાં નુકશાન પામેલ પાન જયારે ખુલે અને મોટા થાય ત્યારે તેના પર ખેંચાયેલ લાંબા કાણા જોવા મળે છે.ઈયળો વિકસતાં ડોડામાં કાણું પાડી દાખલ થઈ દાણા ખાયને નુકસાન કરે છે. ઘણી વખત થડમાં પણ કાણું પાડી નુકસાન કરે છે.ક્યારેક એક છોડ ઉપર એક કરતાં વધારે ઈયળો પણ જોવા મળે છે.વધુ ઉપદ્રવ હોય તો એગ્લોરો (કલોરપાયરીફોસ 20 ઈસી) 30 મિલી અથવા અથવા રૈપીજેન (ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 18.5% એસસી) 5 મિલી પ્રતિ પંપ અથવા એગ્રોસ્ટાર યુનોસ્ટાર (નોવાલ્યુરોન 5.25% + ઇમામેક્ટીન બેન્ઝોએટ 0.9% એસ સી) 40 મિલી પ્રતિ પંપ સાથે છોડના સારા વૃદ્ધિ વિકાસ માટે પાવર જેલ 25 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે મિશ્રણ છંટકાવ કરવો
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!