AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાઇમાં પાનનો સુકારો જોવા મળતા જ અટકાવો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
મકાઇમાં પાનનો સુકારો જોવા મળતા જ અટકાવો !
🌽 ફૂગથી થતા આ રોગમાં પાન ઉપર હોડી આકારના ૪ થી ૧૫ સે.મી. લાંબા ભૂખરા બદામી રંગના ડાઘા દેખાય છે અને છેવટે પાન સૂકાઇ જાય છે. 🌽 જો વાવણી વખતે કેપ્ટાન કે થાયરમ દવાથી બીજની માવજત આપેલ હોય તો આ રોગની અસર ઓછી રહે છે. નાઇટ્રોજનયુક્ત ખાતરોના વપરાશ ઉપર કાબૂં રાખવું. 🌽 રોગની શરુઆતે ગૌમૂત્ર ૧૦ ટકા (૧ લી પ્રતિ ૧૦ લી પાણી) અથવા લીમડાના પાનનો અર્ક ૧૦ ટકા (૧ કિ.ગ્રા. પાન પ્રતિ ૧૦ લી પાણી) પ્રમાણે દર ૧૦ દિવસના ગાળે છંટકાવ કરતા રહેવું (કૃષિ યુનિ.ની ભલામણ). રોગની તીવ્રતા વધતી જણાય તો ઝાયનેબ ૭૫ ડબલ્યુપી ૧૦ થી ૨૦ ગ્રામ અથવા એઝોક્ષીસ્ટ્રોબિન ૧૮.૨% + ડાયફેનોકોનાઝોલ ૧૧.૪% એસસી ફૂગનાશક દવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરી રોગને નિયંત્રીત કરવું. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
4
1