AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મકાઇમાં આવતો ટર્સીકમ સુકારો ! શું તમે જાણો છો??
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
મકાઇમાં આવતો ટર્સીકમ સુકારો ! શું તમે જાણો છો??
🌽 શિયાળું મકાઇમાં આ રોગનું પ્રમાણ વધારે રહે છે. મધ્યમ તાપમાન અને ઝાકળવાળુ વાતાવરણ રોગના ફેલાવા માટે વધુ અનુકૂળ આવે છે. 🌽 પાન ઉપર હોડી આકારના ભૂખરા બદામી ડાઘા દેખાય અને સમય જતા આખુ પાન સુકાઇ જાય છે. રોગની શરુઆત થતા ગૌમૂત્ર ૧૦ % (૧ લી પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે) અથવા લીમડાના પાનનો અર્ક ૧૦% (૧ કિ.ગ્રા. પાન પ્રતિ ૧૦ લી પાણી) પ્રમાણે ૨ થી ૩ છંટકાવ દર ૧૦ દિવસના ગાળે કરવા. 🌽 રોગની તીવ્રતા વધારે જણાતી હોય તો મેન્કોઝેબ ૬૩% + કાર્બેન્ડાઝિમ ૧૨% ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા એઝોક્ષીસ્ટ્રોબિન ૧૮.૨% + ડાયફેનોકોનાઝોલ ૧૧.૪% એસસી ફૂગનાશક દવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
6
3