AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભીંડામાં મોલો મચ્છીનું કરો નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ભીંડામાં મોલો મચ્છીનું કરો નિયંત્રણ
🦟હાલમાં બદલતા વાતાવરણ ને કારણે ભીંડામાં પાકમાં મોલો મચ્છીનો પ્રશ્ન વધુ જોવા મળી રહ્યો છે. જે પાક ની ગુણવતા બગાડે છે જેને લીધે બજારભાવ પણ ઓછો મળે છે.તો આજના લેખ દ્રારા જાણીશું તેનું નુકશાન અને નિયંત્રણ વિશે. 👉🏼મોલો કદમાં નાનું લીલા- પીળો તેમજ ભુરો-લીલો રંગ વાળી પોચા શરીર ધરાવતી જીવાત છે. જે પાકની શરૂઆતની અવસ્થામાં ડુંખ અને કુમળા પાનની નીચેની બાજુએ કોલોની સ્વરૂપે જોવા મળે છે. બચ્ચા અને પુખ્ત પાન માંથી રસ ચૂસીને નુકશાન કરે છે. વધુ ઉપદ્રવ હોય તો શરૂઆતમાં છોડ ની વૃદ્ધિ ઉપર વિપરીત અસર થાય છે. આ ઉપરાંત આ જીવાત ચીકણા મધ જેવા ગળ્યા પદાર્થનું ઝરણ કરતી હોવાથી પાન ઉપર કાળી ફૂગનો વિકાસ થાય છે જે પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં બાધા રૂપ બને છે. ઉપદ્રવિત ડુંખ અને પાન ઉપર કીડીઓની હાજરી જોવા મળે છે. 👉🏼જો તેના નિયંત્રણ વિશે વાત કરીએ તો શરૂઆતમાં મેંટો (ઈમીડાક્લોપ્રીડ ૭૦ WG %) @ ૭ ગ્રામ/પંપ અને જરૂર જણાય તો બીજા છંટકાવમાં ઝેનીથ (ટોલ્ફેનપાયરાડ 15% EC) ૪૦ મિલી /૧૫ લીટર પાણીમાં ભેળવી ને છંટકાવ કરવો.સાથે સારા વૃદ્ધિ વિકાસ માટે પાવર જેલ @ ૨૫ ગ્રામ મિક્સ કરીને છંટકાવ કરવાથી સારું પરિણામ મેળવી શકાય છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
4
1
અન્ય લેખો