ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ભીંડાના પાકમાં સ્ટીંગબગની નુકશાની અને નિયંત્રણ
👉સ્ટીંગ બગ એ પુખ્ત ઢાલ જેવું શરીર ધરાવતી જીવાત છે, જે ઘેરા લીલા રંગની હોય છે અને તેના શરીરની આસપાસ પાતળી નારંગીથી પીળી રેખાઓ હોય છે. આ જીવાત શીંગા અને છોડની પેશીમાં પોતાની સોય જેવા મુખના ભાગનો ઉપયોગ કરીને રસ ચૂસે છે. જેના કારણે શીંગા પર ફોડલીઓ જેવા નિશાન બને છે, શીંગા જાડા અને વિકૃત થઈ જાય છે અને તેની ગુણવત્તા ઘટી જાય છે.
👉આ જીવાતના નિયંત્રણ માટે, એગ્રોસ્ટાર કિલ એક્ષ (૧૦ મિલી પ્રતિ પંપ) નો છંટકાવ કરવો અને શીંગાના સારા વિકાસ માટે એગ્રોસ્ટાર ફાસ્ટર (૩૦ મિલી પ્રતિ પંપ) નો છંટકાવ કરવો જોઈએ. સમયસર છંટકાવ કરવાથી આ જીવાતને રોકી શકાય છે અને પાકને વધુ સારો ઉપજ પ્રાપ્ત થઈ શકે છે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!