યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ભારત સરકાર આપશે ખેડૂતોને મોટી સહાય!
🥭કેરીની ખેતીને ખૂબ જ નફાકારક માનવામાં આવે છે. ખેડૂતો તેની એક વખત ખેતી કરીને ઘણા વર્ષો સુધી સારો નફો મેળવી શકે છે. શરૂઆતમાં ખેતીમાં વધુ ખર્ચ થાય છે. આ પછી ખેડૂતોને ફક્ત જાળવણી પાછળ ખર્ચ કરવો પડે છે.
🥭કેરીની ખેતીને ખૂબ જ નફાકારક માનવામાં આવે છે. ખેડૂતો તેની એક વખત ખેતી કરીને ઘણા વર્ષો સુધી સારો નફો મેળવી શકે છે. શરૂઆતમાં ખેતીમાં વધુ ખર્ચ થાય છે. આ પછી ખેડૂતોને ફક્ત જાળવણી પાછળ ખર્ચ કરવો પડે છે. જેના કારણે ખેડૂતોને સારો નફો મળે છે. તેથી હવે ખેડૂતો કેરીની ખેતી તરફ આકર્ષાયા છે. આ ઉપરાંત તેની ખેતીને પ્રોત્સાહન આપવા માટે પણ સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને અનેક યોજનાઓનો લાભ આપીને કેરીની ખેતી સાથે જોડવામાં આવી રહ્યા છે. જેનાથી આવનારા સમયમાં કેરીનું ઉત્પાદન વધશે અને ખેડૂતોની કમાણી પણ વધશે.
🥭કેરીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા ખેડૂતોને સબસિડી આપવામાં આવે છે. આ સબસિડી યોજના હેઠળ ખેડૂતોને કેરીની ખેતી માટે 40-50 ટકા સબસિડી આપવામાં આવશે. કેરીની ખેતી માટે બોર્ડ દ્વારા નિર્ધારિત પ્રોજેક્ટ ખર્ચ હેઠળ, કેરીની ખેતી કરતા ખેડૂતો માટે ખર્ચની મહત્તમ મર્યાદા પ્રતિ એકર રૂપિયા 1.5 થી 2 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી માટે ખેડૂતો https://www.nhb.gov.in/ની વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
વિશ્વમાં સૌથી વધું આંબાની ખેતી ભારતમાં થાય છે
🥭ભારાતના રાષ્ટ્રીય ફળ તરીકે ઓળખાતી કેરીની સૌથી વધુ ખેતી ભારતમાં થાય છે. ભારતમાં આંબાની ઘણી જાતો ઉગાડવામાં આવે છે અને ખેડૂતો તેમના વિસ્તારની આબોહવા અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં લઈને કેરીની જાતો પસંદ કરે છે. જો કે હવે તમામ જગ્યાએ તમામ પ્રકારની કેરીની ખેતી કરવામાં આવી રહી છે.તેઓ યોગ્ય સમયે ખાતર અને દવાઓનો ઉપયોગ કરીને કેરીનું વધુ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.
નર્સરીમાંથી ખરીદી શકાય છે કેરીના વિવિધ જાતોના રોપાઓ
🥭ખેતી માટે, ખેડૂતો નર્સરીમાંથી કેરીની વિવિધ જાતોના રોપાઓ ખરીદી શકે છે અથવા કેરીના રોપા પણ કલમ બનાવવાની તકનીક દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ પદ્ધતિ ઓછી ખર્ચાળ છે. આ પદ્ધતિમાં મધર પ્લાન્ટમાંથી ડાળી કાપીને નર્સરીમાં ઉગાડવામાં આવતા આંબાના રોપા સાથે બાંધીને નવો છોડ તૈયાર કરવામાં આવે છે.કેરીની ખેતી માટે, વરસાદની સિઝન શરૂ થાય તે પહેલાં ખાડાઓ તૈયાર કરવામાં આવે છે.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!