AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બિયારણની ખરીદીમાં રાખો ખાસ ધ્યાન!
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
બિયારણની ખરીદીમાં રાખો ખાસ ધ્યાન!
👉🏻ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવી જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી, જેથી છેતરપિંડીથી બચી શકાય. ખેડૂતો ક્યાં કરતા હતા સૌથી મોટી ભૂલ? 👉🏻બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું જોઈએ. 👉🏻અગાઉ ખેડૂતો આ બાબતોનું નહોંતા આપતા ધ્યાન, તેને કારણે અહીં જ થતી હતી ખેડૂતોની સૌથી મોટી ભૂલ. જેને કારણે ખેડૂતોને ખર્ચવા પડતા હતા વધુ રૂપિયા. ખેડૂતોએ કઈ બાબતની કરવી જોઈએ ખાસ ચકાસણી? 👉🏻ખેડૂતોએ બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. 👉🏻ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર પ્રોડક્ટ નું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને પજી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. 👉🏻વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
7
0
અન્ય લેખો