AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બિઝનેસમાં નોકરી કરતા બે ઘણી વધુ કમાણી કરી શકો છો !
બિઝનેસ ફંડાVTV ગુજરાતી
બિઝનેસમાં નોકરી કરતા બે ઘણી વધુ કમાણી કરી શકો છો !
🍌 એક બિઝનેસ એવો પણ છે જેમાં તમને નોકરી કતા ડબલ પૈસા કમાવવાનો મોકો મળી શકે છે. જેના દ્વારા તમે દરરોજે 4000 રૂપિયા કમાણી કરી શકો છો. એટલે કે મહિનાના એક લાખ રૂપિયા. 🍌આ બિઝનેસ છે કેળાની ચિપ્સ બનાવવાનો. કેળાની ચિપ્સ સ્વાસ્થ્ય માટે તો સારી છે જ સાથે જ આ ચિપ્સને લોકો વ્રતમાં પણ ખાઈ શકે છે. કેળાની ચિપ્સ બટાકાની ચિપ્સ કરતા વધારે લોકપ્રિય પણ છે. આજ કારણ છે કે તે વધારે પ્રમાણમાં વેચાય છે. કેળાની ચિપ્સનું માર્કેટ સાઈઝ થોડુ નાનું છે. જેના કારણે મોટી બ્રાન્ડ કંપનીઓ કેળાની ચિપ્સ નથી બનાવતી અને નાના ગૃહ ઉદ્યોગમાં તેનું પ્રોડક્સન અને સેલ વધારે છે. અને આજ કારણ છે કે ચિપ્સ બનાવવા માટે બિઝનેસનો વધારે સ્કોપ છે. તે આવો જાણીએ કઈ રીતે શરૂ કરી શકાય આ બિઝનેસ 🍌 કેળાની ચિપ્સ બનાવવા માટે જરૂરી સામાન: કેળાની ચિપ્સ બનાવવાની વિવિધ પ્રકારની મશીનરી પ્રયોગમાં લેવામાં આવે છે અને કાચા માલ માટે મુખ્ય રીતે કાચા કેળા, મીઠુ, ખાધ્ય તેલ અને અન્ય મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક પ્રમુખ મશીનરી અને ઉપકરણોની લિસ્ટ આ પ્રકારે છે. ✔️કેળાને ધોવા અને કાપવા અને કેળાને છોલવાનું મશીન ✔️કેળાને પતલા પતલા ટૂકડા કરવા માટેનું મશીન ✔️ટૂકડાને ફ્રાઈ કરવાનુ મશીન ✔️મસાલા વગેરેનું મશીન ✔️પાઉચ પ્રિન્ટિંગ મશીન ✔️પ્રયોગશાળાના ઉપકરણ કેળાની વેફરનો બિઝનેસ કરવા માટે કેળાના મશીનને મુકવા માટે તમારે ઓછામાં ઓછી 4000થી 5000 સ્કેર ફીટની જગ્યાની જરૂર રહેશે. આ મશીન તમને 28 હજારથી લઈને 50 હજાર સુધીમાં મળી જશે. 🍌 50 કિલો ચિપ્સ બનાવવા માટેનો ખર્ચ 50 કિલો ચિપ્સ બનાવવા માટે ઓછામાં ઓછા 120 કિલો કાચા કેળાની જરૂર હશે. 120 કિલો કાચા કેળા તમને લગભગ 1000 રૂપિયામાં મળી જશે. તેની સાથે જ 12થી 15 લીટર તેલની જરૂર રહેશે. 15 લીટર તેલ 70 રૂપિયાના હિસાબથી 1050 રૂપિયાનું હશે. ચિપ્સ ફ્રાયર મશીન 1 કલાકમાં 10થી 11 લીટર ડીઝલ કન્ઝ્યુમ કરે છે. 1 લીટર ડીઝલ 80 રૂપિયાના હિસાબથી 11 લીટર 900 રૂપિયામાં પડશે. મીઠુ અને મસાલા વધારેમાં વધારે 150 રૂપિયા. તો 3200 રૂપિયામાં 50 કિલો ચિપ્સ બનીને તૈયાર થઈ જશે. મતલબ કે એક કિલો ચિપ્સનું પેકેટ કોસ્ટ ઉમેરીને 70 રૂપિયાનું પડશે. જેને તમે સરળતાથી ઓનલાઈન અથવા તો કરિયાણાના સ્ટોર પર 90 100 રૂપિયામાં વેચી શકો છો. 🍌1 લાખ રૂપિયાનો પ્રોફિટ કમાઈ શકશો જો આપણે 1 કિલો પર 10 રૂપિયાના પ્રોફિટનો વિચાર કરી રહ્યા છીએ તો તમે દિવસના 4000 રૂપિયા સરળતાથી કમાઈ શકો છો. એટલે કે મહિનામાં તમારી કંપની 25 દિવસ જો કામ કરે તો તમે એક મહિનામાં 1 લાખ રૂપિયા કમાઈ શકો છો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 સંદર્ભ : VTV ગુજરાતી 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
12
2