AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સરકાર આપશે સહાય!
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સરકાર આપશે સહાય!
🌀સૌરાષ્ટ્રમાં ખેડૂતો બાગાયતી પાકનું વાવેતર કરતા થયા છે. તેમજ રોકડિયા પાકમાં શાકભાજીનાં પાકનું વાવેતર કરે છે. સરકાર દ્વારા બાગાયતી અને શાકભાજી પાકમાં સહાય આપવામાં આવે છે. 🌀અમરેલી અને બોટાદ જિલ્લાની અંદર મોટાભાગના ખેડૂતો બાગાયતી પાકનું વાવેતર કરે છે અને જૂના અને નવા બગીચાનું નવીનીકરણ કરવા માટે બાગાયત વિભાગ દ્વારા સબસિડી યોજના પણ લાગુ કરવામાં આવી છે. બાગાયત ખાતામાં ખેડૂતોને ફળ, શાકભાજી, ઔષધીપાકો અને મસાલા પાકો માટે સહાય આપવામાં આવે છે. 🌀ફળ પાકોના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટે યોજના ઘટક હેઠળ તારીખ 13-8-2024 સુધી ઓનલાઇન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં મોટાભાગના ખેડૂતો નવસર્જન કરવા માટે અરજી કરી શકે છે અને બાગાયત વિભાગની સબસિડી યોજના નો લાભ લઈ શકે છે. 🌀રાજ્યના ખેડૂતોના વર્ષો જૂના બિન ઉત્પાદક થયેલા આંબા તથા લીંબુ પાકોની જૂની થયેલ વાડીઓના ઝાડને નવસર્જન અને નવીનીકરણ પદ્ધતિ નો ઉપયોગ કરી ઝાડની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકે તે માટે ફળ પાકોના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવે છે. 🥭ફળ પાકોના જૂના બગીચાઓને નવસર્જન કરવા માટે આંબા પાક તેમજ લીંબુના પાકમાં એકમ ખર્ચ અથવા મહત્તમ 80,000 રૂપિયા એક હેકટરે તેમજ પ્રુનિંગ કટીંગ માટે એકમ ખર્ચ એટલે કે, મશીનરી સાધનો માટે મહત્તમ 40,000 હેક્ટર એ આપવામાં આવે છે. આંબાના બગીચાનાં નવીનીકરણ કરવા માટે સામાન્ય જાતિના ખેડૂતોને ખર્ચના 50% કે, મહત્તમ રૂપિયા 40,000 તથા અન્ય જાતિ અને અનુસૂચિત જનજાતિ ખેડૂતોને 75% કે મહત્તમ 75,000 રૂપિયા પ્રતિ હેક્ટરની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે સહાય પેટે આપવામાં આવે છે. 🍋લીંબુના બગીચાનું નવીનીકરણ કરવા માટે હેક્ટરે 50 હજાર રૂપિયા સુધીની સબસીડી આપવામાં આવે છે જેમાં કટીંગ અને ટ્રેનિંગ માટે અને મશીનરી સાધનો માટે 20,000 રૂપિયા હેક્ટરે તેમજ ગ્રાફ ફીલિંગ માટે 10,000 રૂપિયા હેક્ટરે અને મહત્તમ 200 રોપા અથવા કલમો માટે રૂપિયા 20,000 આપવામાં આવે છે. લીંબુના બગીચાના નવીનીકરણ કરવા માટે સામાન્ય જાતિના ખેડૂતોને ખર્ચના 50% કે મહત્તમ 25,000 રૂપિયા તથા અનુજાતિ અને અનુજન જાતિના ખેડૂતોને 75% કે મહત્તમ 37,500 પ્રતિ હેક્ટરની મર્યાદામાં બે માંથી જે ઓછું હશે તે સબસિડી આપવામાં આવશે. 🌀આંબા પાકો માટે અંદાજે 30 વર્ષથી વધું તથા લીંબુના પાક માટે અંદાજિત 20 વર્ષથી વધુ જૂની વાડીના નવીનીકરણ નવસર્જન માટે ખર્ચ સામે આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે. ખાતા દીઠ અને લાભાર્થી દીઠ મહત્તમ બે હેક્ટર સુધીની મર્યાદામાં આજીવન એક જ વાર સહાય મળવા પાત્ર છે. 🌀આ યોજના નો લાભ લેવા માટે અથવા વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !
28
0
અન્ય લેખો