AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બદલાતી ઋતુમાં પ્રાણીઓ માટે પૌષ્ટિક આહાર!
પશુપાલનએગ્રોસ્ટાર
બદલાતી ઋતુમાં પ્રાણીઓ માટે પૌષ્ટિક આહાર!
🐂🐃પશુઓના સારા સ્વાસ્થ્ય માટે પશુ આહારમાં જરૂરી પોષક તત્વો હોવા જરૂરી છે. કારણ કે તેનાથી પ્રાણીઓનો શારીરિક વિકાસ, ગર્ભની વૃદ્ધિ અને દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે. તો ચાલો આ લેખ દ્વારા પ્રાણીઓના ખોરાકમાં જરૂરી પોષક તત્વો વિશે જાણીએ - કાર્બોહાઇડ્રેટ્સની મહત્વપૂર્ણ ભૂમિકા 🐂🐃કાર્બોહાઇડ્રેટ્સ પ્રાણીઓના આહારમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે પશુ આહારમાં સૌથી વધુ માત્રામાં જોવા મળે છે. તે મોટાભાગે ઘઉંની કણકી, ડાંગરનું ભૂસુ, અનાજ ની કણકી અને જુવાર, બાજરી અને મકાઈની કણકીમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. શરીરના બંધારણ માટે પ્રોટીન જરૂરી છે 🐂🐃પ્રોટીન એ પ્રાણીઓની શારીરિક રચના માટે એક મહત્વપૂર્ણ આવશ્યક તત્વ છે. શરીરની વૃદ્ધિની સાથે સાથે ગર્ભમાં ઉછરી રહેલા બાળક માટે તે ખૂબ જ જરૂરી છે. પ્રોટીન મુખ્યત્વે અનાજ અને ખોળ અને લીલો ચારો જેમ કે ગુવાર, રઝકો માં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.દૂધ ઉત્પાદનમાં પણ પ્રોટીન મહત્વનો ભાગ ભજવે છે. તેથી પશુપાલકોએ તેમના પશુઓને લીલો ચારો ખવડાવવો જોઈએ. 🐂🐃પશુઓની શક્તિ માટે ચરબી જરૂરી છે. તે શરીરને ઉષ્મા અને ઉર્જા પ્રદાન કરે છે. તેથી, પશુઓના આહારમાં લગભગ 3 થી 5 ટકા ચરબી જરૂરી છે. પશુને ચરબી આપવા માટે કપાસિયા, સોયાબીન, રાયડો , તલ અને મગફળીનો પશુ આહારમાં સમાવેશ કરો. ખનિજ તત્વો હાડકા માટે જરૂરી છે 🐂🐃પશુ આહારમાં ખનિજ ક્ષાર જરૂરી છે. તે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. ખનિજ ક્ષારમાં મુખ્ય તત્વો કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, આયોડિન, કોપર, કોબાલ્ટ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઝીંક છે. તેમની ઉણપને કારણે પ્રાણીઓ અનેક પ્રકારના રોગોનો ભોગ બને છે. કેલ્શિયમ અને ફોસ્ફરસની ઉણપને કારણે પશુઓનો શારીરિક વિકાસ દર ઘટે છે અને નાના પશુઓના હાડકાં નબળા અને વાંકાચૂકા બની જાય છે.આને રોકવા માટે, પશુપાલકોએ તેમના મોટા પ્રાણીઓના આહારમાં દરરોજ 50 ગ્રામ ખનિજ ક્ષાર અને નાના પ્રાણીઓ માટે દરરોજ 25 ગ્રામ ખનિજ ક્ષારનો સમાવેશ કરવો જોઈએ. સોડિયમની ઉણપને દૂર કરવા માટે, દરરોજ 25 ગ્રામ મીઠું મોટા પ્રાણીઓને અને 10 ગ્રામ મીઠું નાના પ્રાણીઓને ખવડાવવું જોઈએ. પશુઓ માટે વિટામિન જરૂરી છે 🐂🐃વિટામીન પશુઓને અનેક રોગોથી દૂર રાખે છે. તેથી, તેને પશુ આહારમાં ચોક્કસપણે સામેલ કરો. આનાથી પશુઓમાં રાતાંધળાપણું, બેરીબેરી અને વંધ્યત્વ મટે છે. જાનવરોમાં વિટામિન ડીની ઉણપને કારણે હાડકાં વાંકાચૂંકા અને કોમળ બને છે. આથી પશુઓના આહારમાં લીલો ચારો, અનાજ અને ખોળ નો સમતોલ માત્રામાં સમાવેશ કરવો જોઈએ. આ વિટામિનની ઉણપને પૂરી કરે છે. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
5
0
અન્ય લેખો