AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
બટાકાના બિયારણની  પસંદગી
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
બટાકાના બિયારણની પસંદગી
👉સારી ગુણવત્તા ધરાવતું રોગમુક્ત બિયારણ પસંદ કરવું જોઈએ. બહારના રાજ્યોમાંથી જયારે બીજ લાવવાનું થાય ત્યારે તે બટાકાના બીજજન્ય રોગો જેવા કે કોમન ફેબ, બટાટાના ચાઠાના રોગ તથા બટાટાના બંગડીના રોગથી મુક્ત હોવું જોઈએ. રોગ અને જીવાત સામે પ્રતિકારક શક્તિ ધરાવતી હોવી જોઈએ. કંદનો રંગ, ચમક અને આકાર સારા હોવા જોઈએ. 👉પસંદ કરેલ જાતની સંગ્રહશક્તિ સારી હોવી જોઈએ.કચીચારા માટે : કુફરી પુખરાજ, કુફરી અશોકા, કુફરી સતલજ, કુફરી ખ્યાતી.પ્રોસેસીંગ માટે : કુફરી ચિપ્સોના-૧, કુફરી ચિપ્સોના-૨, કુફરી ચિપ્સોના-૩, કુફરી ચંદ્રમુખી, કુફરી લૌકર, કુફરી જ્યોતિ, કુફરી એટલાન્ટીક બટાકાની કાપણી પછી સીધા વેચાણ માટે : કુફરી બાદશાહ, કુફરી પુખરાજ, કુફરી સતલજ 👉સ્ત્રોત:- એગ્રોસ્ટાર ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
8
0
અન્ય લેખો