AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફ્રી સિલાઈ મશીન યોજના
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ફ્રી સિલાઈ મશીન યોજના
✅ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના 2024 બહાર પાડવામાં આવી છે. મહિલાઓ ઘરેબેઠા જ સ્વરોજગારી કરી આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામા આવે છે. ફ્રી સિલાઈ મશીન યોજના 2024 નો મુખ્ય હેતુ ✅ગુજરાત સરકારની ફ્રી સિલાઈ મશીન યોજના 2024નો હેતુ રાજ્યમાં ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવાનો છે. ✅ફ્રી સિલાઈ મશીન યોજના 2024 શ્રમિક મહિલાઓને સશક્ત બનાવશે અને તેમને આત્મનિર્ભર બનાવશે અને ફ્રી સિલાઈ મશીન યોજના ગ્રામીણ મહિલાઓને તેમની આર્થિક પરિસ્થિતિ સુધારવામાં મદદ કરશે. ✅મહિલાઓ પોતાના ઘરમાં બેસીને કામ કરી શકે અને રોજગારી મેળવી શકે તે માટે આ યોજના લાગુ કરવામાં આવી છે. ✅આ યોજના હેઠળ યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારો ને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે. યોજના માટે ની લાયકાત ✅માત્ર ગુજરાત રાજ્યના રહેવાસીઓ જ આ યોજનામાં અરજી કરી શકે છે. ✅અરજદારોની ઉંમર 20 અને 40 ની વચ્ચે હોવી જોઈએ. ✅ફ્રી સિલાઈ મશીન યોજના રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓ માટે જ ઉપલબ્ધ છે. ✅રાજ્યની વિધવાઓ અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. જરૂરી ડોક્યુમેન્ટ ✅આધાર કાર્ડ ✅રેશન કાર્ડ ✅ચુંટણી કાર્ડ ✅મોબાઇલ નંબર ✅પાસપોર્ટ સાઇઝ ફોટો ✅રહેઠાણનો પુરાવો ✅ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર અંગે નો દાખલો ✅અરજદારની જાતિ નો દાખલો ✅વાર્ષિક આવક નો દાખલો ✅અભ્યાસનો પુરાવો ✅વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો ✅બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું) ✅એકરારનામું ✅જો અરજદાર વિકલાંગ હોય તો અપંગતા પ્રમાણપત્ર ✅જો અરજદાર મહિલા વિધવા હોય તો તેનું નિરાધાર પ્રમાણપત્ર ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માટે અરજી કેવી રીતે કરવી? ✅કોઈપણ મહિલા જે આ યોજનામાં અરજી કરવા માંગે છે અને સરકાર દ્વારા આપવામાં આવેલ ફ્રી સિલાઈ મશીન લેવા માંગે છે, તો તેઓ આ અરજીનું ફોર્મ ઓનલાઈન ભરવા માટે https://e-kutir.gujarat.gov.in સતાવાર વેબસાઇટ માં ભરી શકો છો. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
16
0
અન્ય લેખો